Western Times News

Gujarati News

અમારું અપમાન થયું, ધરતી પરથી હમાસનુંં નામોનિશાન મિટાવી દઈશુંઃ ઈઝરાયલ

(એજન્સી)જેરૂસાલેમ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સાતમી આૅક્ટોબર ૨૦૨૩થી ચાલી રહેલા યુદ્ધમાં આખરે શુક્રવારે (૧૦મી આૅક્ટોબર) યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. Israeli Chief of General Staff Eyal Zamir:

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦ મુદ્દાના પ્રસ્તાવો પરનો યુદ્ધવિરામ કરાર  ગાઝામાં અમલમાં આવ્યો છે. આ વચ્ચે હવે ઈઝરાયલી આર્મીના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઈયાલ ઝમીરે કહ્યું કે, જ્યાં સુધી અમે તમામ બંધકોને પરત ન લઈ આવીએ ત્યાં સુધી સેના શાંતિથી નહીં બેશે. તમામ બંધકોને પરત લાવવા એ ઈઝરાયલી સૈન્યની નૈતિક, રાષ્ટ્રીય અને યહૂદી ફરજ છે.

હમાસે હજુ પણ ૨૧ મૃત બંધકોના મૃતદેહ પોતાની પાસે રાખ્યા છે, છેલ્લા બે દિવસમાં તેણે માત્ર ૭ મૃતદેહ પરત કર્યા છે. આ પહેલા સોમવારે હમાસે તમામ ૨૦ જીવિત બંધકોને મુક્ત કરી દીધા હતા. મૃત બંધકોના મૃતદેહો અંગે આઈડીએફ ચીફ ઝમીરે કહ્યું કે, રાજકીય નેતૃત્વ સાથે મળીને અમે તમામ કરારો લાગુ કરવા પર અડગ રહીશું. પરંતુ જ્યાં સુધી અમે તમામ બંધકોને પરત નહીં લાવીએ ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીશું.

બુધવારે હમાસે ચાર મૃત બંધકોના મૃતદેહ ઈઝરાયલને સોંપ્યા હતા. જોકે, ઈઝરાયલી મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હમાસ દ્વારા પરત કરાયેલા મૃતદેહોમાંથી એક ઈઝરાયલી બંધકનો નથી. હમાસે ઈઝરાયલી બંધક ગણાવીને જે મૃતદેહ મોકલ્યો છે તે ગાઝા પટ્ટીના એક વ્યક્તિનો છે.

મીડિયા સાથે વાત કરતા એક ઈઝરાયલી અધિકારીએ કહ્યું કે, હમાસે જે મૃતદેહો પરત કર્યા છે, તેમાંથી એક મૃતદેહ ઈઝરાયલી બંધકનો નથી પરંતુ તે એક પેલેસ્ટિનિયનનો છે ખોટો મૃતદેહ સોંપવા પર ઈઝરાયલના ધૂર-દક્ષિણપંથી મંત્રી ઈતમાર બેન ગ્વીર ભડકી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, અમારું ખૂબ અપમાન થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.