Western Times News

Gujarati News

બ્રિટને ભારતની નાયરા સહિત રશિયન ઓઇલ કંપનીઓ પર નવા પ્રતિબંધો મૂક્યા

લંડન, બ્રિટનને રશિયાની બે સૌથી મોટી ઓઇલ કંપનીઓ લ્યુકોઇલ અને રોઝનેફ્ટ તથા ભારતની પેટ્રોલિયમ કંપની નાયરા એનર્જીને ટાર્ગેટ કરીને નવા પ્રતિબંધોની બુધવારે જાહેરાત કરી હતી.

નાયરામાં રશિયન કંપની રોઝનેફ્ટ સૌથી મોટી શેરહોલ્ડર છે અને અગાઉ યુરોપિયન યુનિયને પણ પ્રતિબંધ મૂક્યાં હતાં.બ્રિટનને જણાવ્યું હતું કે નાયરાએ ૨૦૨૪માં અબજો ડોલરનું રશિયન ક્‰ડ આયાત કર્યું હતું.

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસએ જણાવ્યું હતું કે યુકેના નાણા મંત્રાલય સાથેની આ સંકલિત કાર્યવાહીથી રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના યુદ્ધ ભંડોળના પર પ્રહાર થશે. તેનાથી ક્રેમલિનને ક્‰ડ ઓઇલના વેચાણથી થતી આવક બંધ થશે.

આજની કાર્યવાહી પુતિનના આવકના પ્રવાહોને કાપી નાખવાનો સરકારનો નિર્ધાર દર્શાવે છે. એફસીડીઓએ જણાવ્યું હતું કે ચીનમાં ચાર ઓઇલ ટર્મિનલ, રશિયન ઓઇલનું પરિવહન કરતા શેડો ફ્લીટના ૪૪ ટેન્કર અને નાયરા એનર્જીને આ નવા પ્રતિબંધોથી ફટકો પડશે.નાયરાએ ૨૦૨૪માં ૫ અબજ ડોલરનું ૧૦ કરોડ બેરલ ક્‰ડ ઓઇલ આયાત કર્યું હતું.

બ્રિટનના આ નિર્ણયની આકરી ટીકા કરતાં નાયરાએ જણાવ્યું હતું કે નાયરા એનર્જી ભારતના કાયદા અને નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. એક ભારતીય કંપની તરીકે અમે રાષ્ટ્રની ઉર્જા સુરક્ષાને ટેકો આપવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

ક્રેમલિનમાં ભંડોળના પ્રવાહને વધુ નિયંત્રિત કરવા યુકે રશિયન મૂળના ક્‰ડ ઓઇલમાંથી ત્રીજા દેશમાં રિફાઇન કરેલી પેટ્રો પેદાશોની આયાત પર પણ પ્રતિબંધ મૂકશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.