Western Times News

Gujarati News

મલાઈકા અરોરાના ડાન્સમાં રશ્મિકાએ સસ્પેન્સ વધાર્યું

મુંબઈ, હિન્દી ફિલ્મોમાં મસાલેદાર ગીત સાથે યાદગાર ડાન્સ સ્ટેપ્સ માટે મલાઈકા અરોરાને હંમેશા યાદ કરવામાં આવે છે. પોતાના કરતાં અડધી ઉંમરની એક્ટ્રેસને પણ ડાન્સ સ્ટેપ્સમાં માત આપનારી મલાઈકા સાથે આ વખતે રશ્મિકા મંદાનાએ તાલ મિલાવ્યો છે. રશ્મિકાનો લીડ ધરાવતી ફિલ્મ ‘થામા’નું પહેલું ગીત રિલીઝ થતાની સાથે જ વાઈરલ થયું છે.

‘પોઈઝન બેબી’ નામના આ ગીતમાં મલાઈકાના સ્વેગની સાથે રશ્મિકાએ સસ્પેન્સ વધાર્યું છે. અત્યાર સુધી ફિલ્મોમાં માસૂમ અને નટખટ યુવતીનો રોલ કરનારી રશ્મિકાએ ‘થામા’માં વેમ્પાયરનો રોલ કર્યાે છે. વેમ્પાયર તરીકે રશ્મિકાની કલ્પના કરવાનું અઘરું હતું ત્યારે તેણે પોતાના કેરેક્ટરની વધુ એક ઝલક આપી દીધી છે, જેના કારણે રશ્મિકાના કેરેક્ટર માટેનું સસ્પેન્સ વધ્યું છે.

‘પોઈઝન બેબી’ શબ્દ ધરાવતા ગીતમાં મલાઈકા સાથે રશ્મિકાએ પણ ડાન્સ કર્યાે છે. ગીતની શરૂઆત મલાઈકા અરોરાના ઈન્ટ્રોડક્શનથી થાય છે અને તે સ્ટેજ તરફ આગળ વધે છે.

મલાઈકા ક્લબ જેવી કોઈ જગ્યામાં ડાન્સ કરે છે ત્યારે આયુષ્માન અને રશ્મિકા જોવા મળે છે. આયુષ્માનની ઈચ્છા રશ્મિકાને પોતાની નજીક રાખવાની છે, પરંતુ રશ્મિકાની નજર રેડ વાઈનના ગ્લાસ પર પડે છે, જેને તે લોહી સમજી બેસે છે. બીજી જ ક્ષણે રશ્મિકા એક ઘૂંટડે વાઈન પી જાય છે. બાદમાં રશ્મિકા મલાઈકા સાથે ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવે છે.

રશ્મિકા અને મલાઈકા પહેલી વખત સાથે સ્ટેજ પર જોવા મળ્યા છે. મલાઈકાએ પોતાનો જૂનો અંદાજ અને સ્વેગ યથાવત રાખ્યા છે, જ્યારે રશ્મિકાએ પોતાના કેરેક્ટર અને સ્ટોરી અંગે સસ્પેન્સ ઊભું કરી દીધું છે.

થોડા સમય પહેલા રિલીઝ થયેલા ટ્રેલરમાં ‘થામા’ને વેમ્પાયર લવ સ્ટોરી ગણાવાઈ છે. જેમાં આયુષ્માન અને રશ્મિકા લીડ રોલમાં છે. વિલન તરીકે નવાઝુદ્દીન સિદ્દિકી છે, જે આયુષ્માનને વેમ્પાયર બનાવે છે અને બાદમાં રશ્મિકા પણ તેવી થઈ જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.