‘દે દે પ્યાર દે ૨’ ટ્રેલર રિલીઝ, અજય દેવગણ અને માધવનની જોડીએ ધૂમ મચાવી

મુંબઈ, પાછલાં કેટલાંક વર્ષાેમાં ફલોપ ફિલ્મોનો ખડકલો કરી દેનારો અજય દેવગણ હવે કોઈ ળેશ સબ્જેક્ટ કે નવો સ્ટોરી આઇડિયા અજમાવતાં ડરી રહ્યો છે. આ કારણથી જ તે વારાફરતી એક પછી એક ળેન્ચાઈઝી ફિલ્મોની લાઈન લગાડી રહ્યો છે. તેની આવી વધુ એક ફિલ્મ ‘દે દે પ્યાર દે ટુ’ આગામી નવેમ્બરમાં રિલીઝ થવાની છે.આ ફિલ્મમાં રકૂલ પ્રીત સિંહ તેની કો સ્ટાર છે.
રકૂલ અજય દેવગણ કરતાં ૨૧ વર્ષ નાની છે. ફિલ્મમાં આર માધવન સહિતના અન્ય કલાકારો પણ છે. મૂળ ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. તે પછી તેની ફ્રેન્ચાઈઝી ફિલ્મ છ વર્ષે રિલીઝ થઈ રહી છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે.આ ફિલ્મ મૂળ તો ગયા મે માસમાં જ રિલીઝ થઈ જવાની હતી. પરંતુ તેનો ડાયરેક્ટર અંશુલ શર્મા શૂટિંગની અધવચ્ચે જ માંદો પડી ગયો હતો.
આથી પંજાબ શૂટિંગ કરવા ગયેલાં સમગ્ર યુનિટે મુંબઈ પાછા આવી જવું પડયું હતું. શૂટિંગ પાછળ ઠેલાઈ જતાં તેની અસર પોસ્ટ પ્રોડક્શન વર્ક પર પણ પડી હતી. હવે આ ફિલ્મ છેવટે આગામી નવેમ્બરમાં રિલીઝ કરવાની જાહેરાત કરાઈ છે.SS1MS