Western Times News

Gujarati News

સુરત મ્યુ. કોર્પો.ના 200 કરોડના ગ્રીન બોન્ડનું મુંબઈ NSE ખાતે લિસ્ટીંગ થયું

મુંબઈ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુંબઈ ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં પરંપરાગત રીતે ‘સેરેમોનિઅલ બેલ’ વગાડીને લિસ્ટિંગ કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે ઇકોનોમી અને ઇકોલોજીનું બેલેન્સ જાળવીને વિશ્વને ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમણે વડાપ્રધાનશ્રીના પર્યાવરણની જાળવણી સાથે વિકાસના અભિગમનો સંદર્ભ આપી સુરત મહાનગરપાલિકાના ‘ગ્રીન પ્રોજેક્ટ્સ’ની અસરકારક કામગીરી અને આયોજનની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન, ક્લીન અને આત્મનિર્ભર શહેરોથી આત્મનિર્ભર-વિકસિત ભારત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ પર્યાવરણ માટે આપેલા વર્ષ 2070 સુધીમાં દેશમાં ‘નેટ ઝીરો કાર્બન એમિશન’ના લક્ષ્યને સિદ્ધ કરવામાં સુરત એસએમસી @MySuratMySMC ના ગ્રીન બોન્ડની આ પહેલ ઉપયુક્ત બનશે.

 આ અવસરે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કેવડાપ્રધાનશ્રીના ૨૦૪૭ ન વિકાસ વિઝનને સાકાર કરવા સસ્ટેનેબલ એનર્જી પ્રેરક ઉદાહરણ બનશે. સુરતએ મીની ભારત છેસૌએ સુરતના વિકાસના સાથ સહકાર આપ્યો છે. સુરત શહેરને અત્યાર સુધીમાં ૧૪ જેટલા વિવિધ એવોર્ડ મળ્યા છે.સુરતને ગ્રીન એનર્જી સાથે વિશ્વનું બેસ્ટ સિટી બનાવાશે.

 સુરત મહાનગરપાલિકા દ્વારા રૂા. ૨૦૦ કરોડના લીસ્ટેડટેક્ષેબલરીડીમેબલસીકયોર્ડ નોન કન્વર્ટીબલ મ્યુનિસિપલ બોડ ડીબેન્ચર સ્વરૂપે ઇસ્યુ બહાર પાડવામાં આવ્યા હતા.

આ ગ્રીન બોન્ડ તા.૬/૧૦/૨૦૨૫ ના રોજ ખુલ્યા હતા. અને તા.૯/૧૦/૨૦૨૫ ના રોજ બંધ થાય હતા. આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડ ૨૦૦ કરોડની ડીમાન્ડ સામે ૮૦૦ કરોડ રૂપિયાનું ભરણું થયું છે. જેથી ડ્રો સીસ્ટમથી બોન્ડની ફાળવણી થશે. રીટેલ સેકટરમાં મહાપાલિકા દ્વારા કુલ બોન્ડના ૧૫ ટકા લેખે ૩૦ કરોડ રૂપિયાના ફાળવવા ઓફર મંગાવવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સૌને આવકારતાં જણાવ્યું હતું કેદેશમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સર્ટિફાઇડ ગ્રીન બોન્ડ સુરત મહાનગરપલિકા લાવ્યું છે. ગ્રીન બોન્ડના માધ્યમથી એકત્ર થનારી રકમ પર્યાવરણનું જતન કરવા સાથે ગ્રીન એનર્જીને લગતા પ્રોજેકટના રિસોર્સ માટે ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત સોલાર પાવર પ્રોજેકટસજળસંચયને લગતા પ્રકલ્પો અને ગ્રીન પરિવહનની દિશામાં સાકાર થનારા પ્રોજકટમાં ગ્રીન બોન્ડ મહત્વના બની રહેશે.

  નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ ચૌહાણએ ગુજરાત સરકાર અને સુરત મહાનગર પાલિકાને ગ્રીન બોન્ડના લિસ્ટીંગ બદલ અભિનંદન આપ્યા હતા.

  આ અવસરે ભારત સરકારના સુજીતસિંહઅગ્રણી શ્રી એન.કે.મહેતામુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી વિક્રાંત પાંડે સહિત સુરત મહાનગર પાલિકાના અધિકારીઓપદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.