કાલુપુર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરાયું

File photo
દિવાળી અને છઠ્ઠ પર્વ દરમિયાન અધિકૃત મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત
તારીખ 16 ઓક્ટોબર, 2025 થી 27 ઓક્ટોબર, 2025 સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે
Ahmedabad, આગામી દિવાળી અને છઠ્ઠ પર્વના અવસર પર મુસાફરોની ભારે અવરજવર ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને સાબરમતી રેલ્વે સ્ટેશનો પર ભીડ નિયંત્રણ અને મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
આ વ્યવસ્થા તારીખ 16 ઓક્ટોબર, 2025 થી 27 ઓક્ટોબર, 2025 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ તમામ માધ્યમોથી તાત્કાલિક ધોરણે બંધ રહેશે.
આ નિર્ણય મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સુચારૂ અવરજવર સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલ તાત્કાલિક અને આયોજનબદ્ધ પગલું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની યાત્રાને વધુ સુરક્ષિત અને સુખદ બનાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રેલ્વે પ્રશાસન મુસાફરો અને નાગરિકોને વિનંતી કરે છે કે આ સમયગાળા દરમિયાન અનાવશ્યક ભીડથી બચે અને સ્ટેશન પર માત્ર યાત્રા સંબંધિત કર્યો માટે જ ઉપસ્થિત રહે, જેથી સૌ માટે સુરક્ષિત અને સુવિધાજનક યાત્રા વાતાવરણ સુનિશ્ચિત કરી શકાય.