અફઘાનિસ્તાન સાથે સંઘર્ષ વચ્ચે બલૂચ બળવાખોરોએ ગેસ પાઈપલાઈન ઉડાવી

(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ૪૮ કલાકનો યુદ્ધવિરામ અમલમાં છે. આમ છતાં, બલૂચિસ્તાનમાં અશાંતિ યથાવત્ છે. અહીં, બલૂચ લિબરેશન ફ્રન્ટએ ધાદર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ ટીમને બંધક બનાવવાની જવાબદારી સ્વીકારી છે, જે આ ક્ષેત્રમાં વધતા તણાવ તરફ ઈશારો કરે છે. બીએલએફએ દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ ધાદર ખાતે પોલીસ અધિકારીઓને બંધક બનાવ્યા હતા.
વળી, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સએ એક વિસ્ફોટની જવાબદારી લીધી છે, જેમાં સુઈ અને કાશમોર વચ્ચે આવેલી એક મહત્ત્વપૂર્ણ ગેસ પાઇપલાઇનને મોટું નુકસાન થયું છે.
ધ બલૂચિસ્તાન પોસ્ટ અનુસાર, બીએલએફના પ્રવક્તા મેજર ગ્વારામ બલૂચનું નિવેદન દર્શાવે છે કે સાંજે આશરે ૫ વાગ્યે, લડવૈયાઓ ધાદરના અલ્લાહ યાર શાહ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ ટીમ સામે આવ્યા.
જ તેમના નિવેદન મુજબ, પેટ્રોલિંગ ટીમને ઘેરી લેવામાં આવી, અધિકારીઓની ધરપકડ કરાઈ, તેમના હથિયારો જપ્ત કરાયા અને તેઓ જે વાહનનો ઉપયોગ કરી રહ્યા હતા તેને આગ લગાડી દેવામાં આવી.
બીએલએફ પ્રવક્તાએ વધુમાં સ્પષ્ટતા કરી કે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બંધક બનાવેલા અધિકારીઓ બલૂચ સમુદાય અથવા રાષ્ટ્રીય આંદોલન વિરુદ્ધની કોઈ પણ કાર્યવાહીમાં સામેલ નહોતા, આ કારણોસર તેમને સહી-સલામત મુક્ત કરી દેવાયા.
ટીબીપીના અહેવાલ મુજબ, બીએલએફએ આ સમગ્ર ઓપરેશનની સંપૂર્ણ જવાબદારી લીધી છે. બીજી તરફ, બીઆરજીના પ્રવક્તા દોસ્તૈન બલૂચના જણાવ્યા અનુસાર, તેમના સંગઠને ડેરા બુગ્તીના સુઈ વિસ્તારથી કરાચી જતી ૩૬ ઇંચ વ્યાસવાળી ગેસ પાઇપલાઇન પર, સુઈ અને કાશમોર વચ્ચે, રાત્રિ દરમિયાન વિસ્ફોટકો ગોઠવ્યા,
જેના પરિણામે ભારે નુકસાન થયું. મ્ઇય્ના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ હુમલો તેમના સતત અભિયાનનો એક ભાગ છે, જે તેમની રાજકીય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.