યુવાઓને તાલીમબદ્ધ કરી રોજગારીની નવી દિશા બતાવતું નાબાર્ડ…

અમદાવાદ, ગ્રામ્ય વિસ્તારના યુવાનોને તાલીમબદ્ધ કરીને પગભર બનાવવા માટે નાબાર્ડએ વર્ષ 2023-24માં ₹11.56 લાખની સહાય કરી; નાબાર્ડની તાલીમ થકી રોજગારી મેળવનાર મોરબીના દિવ્યા વાઘેલાએ પરિવારને આર્થિક સહયોગ આપવાની સાથે પોતાનો અધૂરો અભ્યાસ પણ ફરી શરૂ કર્યો…
આજે હું મારા પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છું અને મારા ભાઈ બહેનના શિક્ષણમાં સહયોગી બની શકું છું : દિવ્યા વાઘેલા ગ્રામ્ય વિસ્તારના યુવાઓને કૌશલ્ય વિકાસ માટે તાલીમ/રોજગારી પૂરી પાડી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે નાબાર્ડ…