‘પીએમ મોદી સાથે ટ્રમ્પની ફોન પર વાતચીત થઈ જ નથીઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હી, મધ્ય-પૂર્વમાં ગાઝામાં યુદ્ધ રોકી શાંતિ કરાવવામાં સફળ થયા પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ તરફ નજર દોડાવી છે. પ્રમુખ ટ્રમ્પે ભારત અંગે મોટો દોવા કરતા કહ્યું કે, ‘મારા મિત્ર’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે ભારત હવે રશિયા પાસેથી ક્›ડ ઓઈલ નહીં ખરીદે, જે યુક્રેન યુદ્ધ રોકવા રશિયા પર દબાણ લાવવા માટેનું એક મોટું પગલું છે.
ટ્રમ્પના આ દાવા સાથે જ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો હતો. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ દાવાને ધરાર ફગાવી દીધો હતો.
મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હાલમાં કોઈ વાતચીત થઈ નથી અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય હિતોને પ્રાથમિક્તા આપે છે. રશિયાએ પણ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો હતો.ભારતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે, જેમાં તેમણે મંગળવારે કહ્યું હતું કે ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી કરશે નહીં.
ટ્રમ્પે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કરીને દાવો કર્યાે હતો કે પીએમ મોદીએ તેમને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે.
હવે ભારતે ટ્રમ્પના આ દાવાનું સશક્ત રીતે ખંડન કર્યું છે. કેન્દ્ર સરકારે ટ્રમ્પના આ દાવા પર સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ વાતચીત થઈ જ નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ આ અંગે માહિતી આપતાં કહ્યું કે “ભારતે ઊર્જા ના મુદ્દા પર અમેરિકાની ટિપ્પણી વિશે અગાઉથી જ એક નિવેદન બહાર પાડી દીધું છે, જેનો સંદર્ભ લઈ શકાય છે.
જ્યાં સુધી ફોન પર વાતચીતનો સવાલ છે, તો હું કહી શકું છું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે આવી કોઈ ચર્ચા થઈ જ નથી.”ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા બુધવારે અમેરિકન પ્રમુખ ડોલાન્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી સમક્ષ ભારત દ્વારા રશિયન ક્›ડ ઓઈલની સતત ખરીદી અંગે ચિંતા વ્યક્ત કરી છે. વોશિંગ્ટનનું માનવું છે કે તેનાથી પ્રમુખ વ્લાદિમિર પુતિનને યુદ્ધ માટે ફન્ડિંગમાં મદદ મળે છે.
ભારતની આ ખરીદીથી અમે ખુશ નથી. પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી ક્›ડ ઓઈલની ખરીદી ચાલુ રાખતા ભારત અને રશિયાના સંબંધો કથળ્યા છે.પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ આજે ફોન કોલ પર થયેલી વાતચીતમાં મને આશ્વાસન આપ્યું છે કે તેઓ રશિયા પાસેથી ક્›ડ ઓઈલ નહીં ખરીદે. આ એક મોટું પગલું છે.
આ યુદ્ધ પહેલા સપ્તાહમાં જ બંધ થઈ જવું જોઈતું હતું, પરંતુ તે હવે ચોથા વર્ષમાં પ્રવેશવા તરફ આગળ વધી રહ્યું છે. આ યુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા છે. હવે અમે રશિયા પાસેથી ક્›ડ ઓઈલ ખરીદવા મુદ્દે ચીન પર પણ દબાણ લાવીશું.’ અમેરિકન પ્રમુખે કહ્યું કે, ઊર્જા નીતિ પર મતભેદો છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાન વ્યક્તિ છે અને અમેરિકાના ગાઢ સહયોગી છે.
તેઓ મારા મિત્ર છે અને અમારી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે.અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોર અને વડાપ્રધાન મોદી વચ્ચેની બેઠક અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે, અમેરિકન રાજદૂત સર્જિયો ગોર અને પીએમ મોદીની મુલાકાત ખૂબ જ સારી રહી. સર્જિયોએ મને કહ્યું કે, પીએમ મોદી ટ્રમ્પને પસંદ કરે છે. તેમણે ભારતને અનેક વર્ષાેથી જોયું છે અને દર વર્ષે નવા નેતા આપતા હતા, પરંતુ મોદી ઘણા લાંબા સમયથી વડાપ્રધાન છે.SS1MS