કામદારોની છટણી કરવાના ટ્રમ્પ સરકારના પ્રયાસો પર કોર્ટે બ્રેક લગાવી

સાન ફ્રાન્સિસ્કો, ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકામાં મોટા પાયે કામદારોની છટણી કરવા માટે હાથ ધરેલી કવાય પર યુએસ ફેડરલ જજે કામચલાઉ બ્રેક લગાવી છે. સરકારી શટડાઉન દરમિયાન કામદારોની છટણી કરવાનો નિર્ણય પૂરતી વિચારણા વગર લેવાયો હોવાના તારણ સાથે કોર્ટે આ નિર્ણયને રાજકીય ઈરાદાથી પ્રેરિત ગણાવ્યો હતો.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ સુસાન ઈલસ્ટોને સાન ફ્રાન્સિસ્કોમાં આસિસ્ટન્ટ યુએસ એટર્નીને સરકારના આ નિર્ણય માતે તાર્કિક કારણ દર્શાવવા વારંવાર તાકિદ કરી હતી. સરકારે ૪૦૦૦ કામદારોની છટણી કરવા નોટિસ આપી હતી, જેનો અમલ શુક્રવારથી થવાનો છે. સરકારે ફર્લાે પર મૂકેલા કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન પોતાના સત્તાવાર ઈમેઈલનો ઉપયોગ કરી શકશે નહીં.
રોજગારી પર કાપ મૂકવાના સરકારના હુકમ પર કામચલાઉ રોક લગાવતા જજે નોંધ્યુ હતું કે, મોટાભાગના સરકરી કાર્યક્રમો છટણીના હેતુથી થઈ રહ્યા છે, પરંતુ તેનો ભોગ માનવજીવ બની રહ્યા છે અને તે સહન કરી શકાય નહીં.રોજગારી પર કાપ મૂકવાનો નિર્ણય પુરાવાના આદારે આખરે ગેરકાયદે સાબિત થવાનો વિશ્વાસ કોર્ટે વ્યક્ત કર્યાે હતો.
કોર્ટના આ નિર્ણય બાબતે ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા કોઈ પ્રતિક્રિયા અપાઈ ન હતી. ધ અમેરિકન ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ અધર ફેડરલ લેબર યુનિયને કોર્ટ સમક્ષ રજૂઆત કરીને નવી છટણીઓ પર રોક લગાવવા અને જેમને છૂટા કરી દેવાયા છે, તેમને પરત લાવવા દાદ માગી હતી.
યુનિયન તરફથી રજૂઆત થઈ હતી કે, કામદારોને સજા આપવા અને કોંગ્રેસ પર દબાણ ઊભું કરવા સરકારે સત્તાનો દુરુપયોગ કર્યાે છે.SS1MS