ઇન્ડોનેશિયામાં સેના-બળવાખોરો વચ્ચે લડાઇઃ ૧૪ લોકોનાં મોત

જાકાર્તા, ઇન્ડોનેશિયામાં લશ્કર અને બળવાખોરો વચ્ચે થયેલી અથડામણમાં ૧૪ જેટલા લોકો માર્યા ગયા છે અને અનેકને ઇજા થઇ છે. જોકે આમાં ગામવાસીઓનો આક્ષેપ છે કે આ હુમલામાં ત્રણ જ બળવાખોર માર્યા ગયા છે.
સેનાએ નવ ગામવાસીઓને ઠાર કર્યા છે. આ લડાઇ એક દિવસ અગાઉ શરૂ થઇ હતી. જેમાં અનેક ડઝન બળવાખોરો શસ્ત્રોથી સજ્જ થઇને સૈનિકો પર હુમલો કર્યાે હતો. આ ઘટના પાપુઆ પ્રાંતમાં બની હતી. આ લડાઇ આશરે સાડા છ કલાક ચાલી હતી.
સૈનિકોએ વળતો જવાબ આપતાં લડાઇ ભીષણ બની હતી. ઉલ્લેખનીય છે કે પપુઆના બળવાખોરો ૫૦થી વધુ વર્ષથી ઇન્ડોનેશિયાના લશ્કર સાથે ઘર્ષણ કરી રહ્યા છે.ઇન્ડોનેશિયાથી અલગ થઇ સ્વતંત્ર પ્રાંતની તેમની માગણી છે.
જોકે તાજેતરના વર્ષાેમાં આ લડાઇ વધુ ભીષણ બની રહી છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૧૪ જેટલા બળવાખોરોની લાશ મળી છે. જોકે અમારી બાજુ કોઇ ખુવારી નથી. સૈનિકોએ બળવાખોરો પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. બાકીના બળવાખોરો જંગલમાં ભાગી ગયા છે. અમે તેમની તલાશ કરી રહ્યા છીએ.SS1MS