વૃધ્ધ પત્નીની હત્યા કરી પતિ લાશ પાસે માફી માંગી ધ્રૂસકે-ધ્રૂસકે રડયો

રાજકોટ, કુવાડવા રોડ પર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા નરસિંહ મહેતા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં જયેન્દ્ર બચુભાઈ ધકાણ (ઉ.વ. ૬૦)એ પત્ની મંજુબેન (ઉ.વ. ૬૫)ની આજે વહેલી સવારે ગળેટૂંપો દઈ, ઠંડે કલેજે, હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ પત્નીની લાશ પાસે બેસી જઈ ધુÙસ્કે-ધુÙસ્કે રડી માફી માંગી હતી. પત્નીને છેલ્લા સાતેક માસથી આખા શરીરમાં અસહ્ય દુઃખાવો થતો હોવાને કારણે તેની પીડા નહીં જોવાતા હત્યા કરી નાખ્યાની કબુલાત આપી છે.
આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં રિક્ષા ચલાવતો જયેન્દ્ર બી-ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરજ પરના પીએસઓને પત્નીની હત્યા કર્યાનું જણાવી સમર્પણ કર્યું હતું. તે સાથે જ પીએસઓએ તેને પોલીસ મથકમાં બેસાડી દીધો હતો.
જાણ થતાં પીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. તત્કાળ જયેન્દ્રના ઘરે જઈ જોતાં તેની પત્ની મંજુબેનની લાશ મળી આવી હતી. સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી લાશને પોસ્ટમો૨ર્ટમ માટે સિવીલમાં ખસેડી હતી.
પુછપરછમાં જયેન્દ્રએ એવી કબુલાત આપી હતી કે ૨૦૦૫ની સાલમાં તે સાધુ વાસવાણી રોડ ઉપર સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ત્યારે મંજુબેન સાથે પરિચય થતાં બંને પતિ-પત્નીની જેમ સાથે રહવા લાગ્યા હતા. ત્યાર પછી નરસિંહ મહેતા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેવા આવ્યા હતા. તેની પત્નીને છેલ્લા સાતેક માસથી શરીરમાં અસહ્ય દુઃખાવો થતો હતો. જેને કારણે તેની પત્ની સરખી રીતે ઉભા રહી કે બેસી શકતી ન હતી.
એટલું જ નહીં ગમે ત્યાં ઝાડુ-પેશાબ કરી નાખતી હતી. દુઃખાવો સહન થતો ન હોવાથી ખુબજ બુમ-બરાડા પાડતી રહેતી હતી. એટલું જ નહીં મનમાં જે આવે તે બોલતી રહેતી હતી. તેનાથી પત્નીની આ પીડા જોવાતી ન હતી.
વળી તેની પત્ની સારવાર કરાવવાની પણ ના પાડતી હતી. જેને કારણે તે કંટાળી ગયો હતો. આજે સવારે તેની પત્ની બાથરૂમ ગઈ હતી. જયાં પડી જતાં બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. જે સાંભળી તે નિંદ્રામાંથી જાગી ગયો હતો. ત્યાર પછી બાથરૂમમાંથી પત્નીને લઈ સેટી સુધી પહોંચ્યો હતો. સેટી પર પત્નીને સુવડાવી તેનું ગળું દબાવી દીધું હતું.
થોડી વારમાં જ તેની પત્ની તરફડિયા મારી શાંત પડી ગઈ હતી. આ પછી એકાદ કલાક સુધી લાશ પાસે બેઠો રહ્યો હતો. રડતા-રડતા પત્નીની લાશ પાસે માફી માંગી કહ્યું કે તારૂં દર્દ મારાથી જોવાતું ન હતું એટલે મે તને મારી નાખી છે, ભગવાન મને એની સજા આપશે, તું મને માફ કરજે, હું તારો ગુનેગાર છું. પોલીસ સમક્ષ પણ પત્નીની હત્યાનો અફસોસ વ્યકત કર્યાે હતો.SS1MS