Western Times News

Gujarati News

‘બેટલ ઓફ ગલવાન’માં સૈનિકોને ગીત સમર્પિત કરાયું

મુંબઈ, સલમાન ખાન ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં ભારતીય સેનાને સમર્પિત દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવશે.‘મિડ ડે’એ સૂત્રને ટાંકીને લખ્યું, ‘સલમાન ખાન હાલમાં મુંબઈમાં આ દેશભક્તિ ગીતની શૂટિંગ કરી રહ્યો છે.

આ ગીતમાં ૬૦થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સર પણ હશે. આ ગીતની કોરિયોગ્રાફી મુદ્દસર ખાને કરી છે.’સલમાન ખાને ગત મહિને ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ નું પહેલું શેડ્યૂલ પૂરું કર્યું હતું. ત્યારબાદ, ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ ફિલ્મના સેટ પરથી કેટલીક પડદા પાછળની ક્ષણો સોશિયલ મીડિયા પર શેર કરી.આમાં સલમાન સાથેના ઘણા ફોટો અને વીડિયોનો સમાવેશ થાય છે.

અપૂર્વએ પોતાની સ્ટોરીમાં જણાવ્યું હતું કે, શૂટિંગ ખૂબ જ મુશ્કેલ હતું, ઠંડીનું વાતાવરણ હતું, સિંધુ નદીમાં ચાલવું પડ્યું હતું અને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ છતાં, આ અનુભવ ટીમ માટે યાદગાર બની ગયો.

ફિલ્મનું શૂટિંગ મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે કરવામાં આવ્યું હોવાનું ડિરેક્ટરે જણાવ્યું હતું.આ પહેલા પણ સલમાન ખાનની ફિલ્મના શૂટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.આ ફોટોમાં સલમાન ખાન લેહ-લદ્દાખમાં સૈનિકો અને ચાહકો સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો.

આ ફોટો ફિલ્મના લેહ-લદ્દાખ શેડ્યૂલ દરમિયાન લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે.સલમાન ખાને ભારતીય સેનાના જવાનો સાથે ફોટો પડાવ્યો હતો.ફિલ્મનો પહેલો લુક ૯ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયો હતો, જેમાં તે દમદાર અંદાજમાં જોવા મળ્યો હતો.સલમાને પોતે આ ફોટો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાે છે. ફોટોમાં, તે આર્મી યુનિફોર્મમાં, માથામાંથી લોહી ટપકતું અને મોટી મૂછો સાથે દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.