Western Times News

Gujarati News

ગુજરાતના ખારાઘોડાથી અનંતનાગ મીઠાની રેલ રેક લગભગ 2,000 કિમીનો અંતર કાપીને પહોંચી

ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કશ્મીર પહોંચી

અમદાવાદ, કશ્મીર ઘાટીમાં માલ પરિવહન ક્ષેત્રે એક ઈતિહાસરૂપ સફળતા પ્રાપ્ત થઈ છે. 1,350 ટન ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ ગુજરાતના અમદાવાદ મંડળના ખારાઘોડા (KOD) સ્ટેશનથી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ (ANT) સ્ટેશન પર સફળતાપૂર્વક પહોંચી છે.

સ્થળ: ખારાઘોડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ મીઠા ઉત્પાદન ક્ષેત્ર છે, જે લિટલ રણ ઓફ કચ્છની સીમા પર વસેલું છે.

શુદ્ધતા: ખારાઘોડાનું મીઠું તેની ઉચ્ચ ગુણવત્તા અને શુદ્ધતા માટે જાણીતું છે. અહીં બનેલું મીઠું 98%થી વધુ સોડિયમ ક્લોરાઈડ (NaCl) ધરાવે છે. આ ક્ષેત્રમાં આવેલી રિફાઈનરીઓ ઔદ્યોગિક અને ખાદ્ય બંને પ્રકારના મીઠાનું ઉત્પાદન કરે છે.

ઉપયોગ: આ ખેપનું ઉપયોગ ચામડાંના ઉદ્યોગ, સાબુ બનાવટ અને ઈંટ ભઠ્ઠીઓમાં કરવામાં આવશે.

આ સિદ્ધિ કાશ્મીરમાં રેલ નેટવર્ક મારફતે પરંપરાગત નહીં એવા માલ પરિવહનને પ્રોત્સાહન આપવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જેથી પરિવહનનો સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે તેમજ માર્ગ પરિવહન પરની નિર્ભરતા પણ ઓછી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.