વિરાત્રાધામમાં વાંકલ માતાજીના મંદિરે ત્રિ-દિવસીય ભવ્ય લોકમેળાનો પ્રારંભ

મોડાસા: વિરાત્રાધામમાં વાંકલ માતાજીના મંદિરે ત્રિ દિવસીય ભવ્ય લોકમેળાનો આજથી પ્રારંભ થયો છે.પ્રથમ દિવસે જુદા જુદા વિસ્તરોમાંથી શ્રદ્ધાળુંઓ મોટી સંખ્યામાં વિરાત્રા ધામમાં ઉમટી પડ્યા હતા.
લોકમેળામાં આવતા લોકો.માટે જરૂરી સુવિધાઓ તેમજ ભીડ વિના સરળતાથી દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટ બોર્ડ દ્વારા આવશ્યક તમામ સેવાઓનો પ્રબંધ કર્યો છે.ટ્રસ્ટના અધ્યક્ષ સગતસિંઘ સહિત ટ્રસ્ટીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. માતાજીના આ ધામમાં દર્શને દૂર દૂરથી લોકો આવતા હોઈ પ્રશાસન દ્વારા જરૂરી વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવા મળે.છે.