સરકારી એડહોક પ્રોફેસરોની દિવાળી બગડી: 200 સરકારી કર્મીઓને છુટા કરાયા

AI Image
દિવાળી પહેલા ૨૦૦ સરકારી કર્મીઓને છુટા કરવાની નોટિસ મોકલવામાં આવી -સરકારી ઇજનેરી કોલેજ અને પોલીટેકનિક કોલેજના ૨૦૦ કરતા વધુ પ્રોફેસરને છૂટા કરવા માટેની નોટિસ
ગાંધીનગર, દિવાળીનો પર્વ સૌ માટે ખુશીની ઘડી લઈને આવે છે. પરંતું રાજ્યભરના ૨૦૦ જેટલા એડહોક અધ્યાપકો માટે આ દિવાળી દુખના સમાચાર લઈને આવી છે. કારણ કે, રાજ્યમાં કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક આધારિત પ્રોફેસર્સને દિવાળીના સમયે છૂટા કરી દેવાયા પ્રોફેસરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ અત્યારે દિવાળીના સમયમાં લોકો પરિવાર સાથે ખુશીઓની ઉજવણી કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ આ પ્રોફેસર અને લેક્ચરરના પરિવારમાં ચિંતા ઊભી થઈ છે અને દિવાળીઓની ખુશી દુઃખની લાગણીમાં ફેરવાઈ ગઈ છે. અમદાવાદમાં સરકારી એડ હોક અધ્યાપકોની દિવાળી બગડી છે. અંદાજિત ૨૦૦ જેટલા અધ્યાપકોને છૂટા કરવાનો આદેશ કરાયો છે.
અધ્યાપકોને ટેકનિ શિક્ષણ વિભાગે શો કોઝ નોટિસ આપી છે. શિક્ષણ વિભાગ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે હવે નવી ભરતી કરશે. ૩૦ થી વધુ વર્ષથી નોકરી કરતા ૨૦૦ જેટલા પ્રોફેસરોને છુટા કરવાન આદેશ આવતા તેમની દિવાળી બગડી છે. પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ પણ કરાર આધારિત છે, ત્યારે વર્ષો જૂના અધ્યાપકોને કેમ કાઢી મૂકવામાં આવી રહ્યા છે.
અનેક અધ્યાપકો ૧૫થી ૨૦ વર્ષથી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે. સરકારી ઇજનેરી અને પોલિટેકનિક કોલેજમાં ૧૯૯૮થી એડહોક આધારિત અને ૨૦૦૮થી કરાર આધારિત પ્રોફેસર અને લેક્ચરરની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રોફેસર અને લેક્ચરર અત્યારે જે કાયમી પ્રોફેસર છે તેના જેટલું જ કામ કરી રહ્યા છે. અમુક છેલ્લા ૩૦થી વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરી રહ્યા છે.
૧૭ વર્ષથી પ્રોફેસર ભાવસાર કહે છે કે, નોટિસમાં જેટલા પણ એડહોક કરાર આધારિત કામ કરે છે તેમને નોટિસ ગઈ છે. એડહોકને રિપ્લેસ કરીને ભરતી કરતા, તેના કરતા જુના પ્રાધ્યાપકોનો લાભ લઈને તેમની સાથે કામ ન કરાય. અમે અમારી એજ ક્રાઈટેરિયા ગુમાવી ચૂક્્યા છીએ, અમે પ્રાઈવેટમાં જઈ શકીએ એમ નથી. તેથી અમારા માટે સરકાર પોઝિટિવ વલણ દાખવે તેવી અમારી રજૂઆત છે.