Western Times News

Gujarati News

મેં પૈસા ન આપ્યા એટલે મને બિહારમાં મધુબનની ટિકિટ ન આપી? કોણે લગાવ્યો આરોપ

બિહારમાં ટિકિટ વહેંચણીમાં ડ્રામા ! લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા

પટના,  બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને પટનામાં જોરદાર ડ્રામા જોવા મળ્યો છે. સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નિવાસસ્થાનની બિહાર મધુબન વિધાનસભા બેઠકના ટિકિટ દાવેદાર રહેલા મદન શાહ અચાનક પહોંચી જઈને જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.

મદન શાહે આવેશમાં આવીને લાલુ-રાબડી આવાસના ગેટની સામે જ પોતાનો કુરતો ફાડી નાખવાની અને જમીન પર આડોટીને મોટેથી રડતા હોવાની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મદન શાહે વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે, RJD દ્વારા તેમની પાસે ટિકિટ માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી. મદન શાહે આક્ષેપ કર્યો છે કે, ‘હું વર્ષોથી પાર્ટી માટે મહેનત કરી રહ્યો છું, પરંતુ જ્યારે મેં પૈસા આપવાનો ઈનકાર કર્યો, ત્યારે પાર્ટીએ પૈસા લઈને મારી ટિકિટ ડૉ.સંતોષ કુશવાહાને આપી દીધી છે. પાર્ટી સમર્પિત કાર્યકર્તાઓની અવગણ થઈ રહી છે અને અમીરોને પ્રાથમિકતા અપાઈ છે.’

#Bihar | RJD ticket aspirant Madan Shah from Madhuban in Bihar broke down on the road after being denied a party ticket for the upcoming elections.

બિહારમાં કુલ ૨૪૩ વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી ૬ નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી ૧૧ નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ ૧૪ નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ ૭.૪૩ કરોડ મતદારો છે, જેમાં આશરે ૩.૯૨ કરોડ પુરૂષ, ૩.૫૦ કરોડ મહિલા અને ૧૭૨૫ ટ્રાન્સજેન્ડર સામેલ છે. ૭.૨ લાખ દિવ્યાંગ અને ૪.૦૪ લાખ ૮૫ વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત ૧૪ હજાર મતદાર ૧૦૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે ૧૪.૦૧ લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીના છે.

અગાઉ ૨૦૨૦માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. ૨૮ આૅક્ટોબર, ૨૦૨૦ના રોજ પ્રથમ તબક્કો, ૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ બીજો અને ૭ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી ૧૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.