Western Times News

Gujarati News

CGST ઈન્સ્પેકટરે ફર્નિચર વેચવા કાઢતાં ગઠીયો ૭૪ હજારનો ચૂનો ચોપડી ગયો

સોલામાં ઓનલાઈન ઠગાઈ કરી શખ્શે ૪૪ હજાર ઉસેડ્યા : ઓનલાઈન ક્રાઈમમાં સૌથી વધુ શિક્ષિતો ઠગાય છે

અમદાવાદ: ઓનલાઈન છેતરપીડીએ હાલના સમયમાં માઝા મુકી છે ચોકાવનારી બાબત એ છે કે આવી ઠગાઈએ ભોગ વધુમાં વધુ શિક્ષિતો બની રહ્યા છે ત્યારે સાબરમતીમાં રહેતા સીજીએસટી ઈન્સપેક્ટરને ઓલેક્સ પર મળેલા ગઠીયાએ ૭૪ હજારનો ચુનો ચોપડતા સો કોઈ ચોકી ઉઠ્યા હતા જ્યારે સોલ વિસ્તારમાં પણ ઓલેક્સ પરથી જ મળેલા ગઠીયાએ ક્યુ કોડ દ્વારા વ્યÂક્તના રૂપિયા ૪૪ હજાર બારોબાર બેકમાંથી ઉસેડી લીધા ની ઘટના બહાર આવી છે.

હેમંતભાઈ દહીયા અતિથી રેસીડેન્સી સાબરમતી ખાતે રહે છે જે સીજીએસટી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે તેમણે બેડ તથા સોફાસેટમા ઓએલક્સ પર વેચવા મુકતાં અજાણ્યા ઈસમનો ફોન ઉપાળ્યો હતો હેમતભાઈએ એડવાન્સ પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલ્યો હતો જે સ્કેન કરતા તેના ખાતામાંથી બે વખત ૭૪ હજાર રૂપિયા ઉપડી જતા હેમતભાઈ અજાણ્યા શખ્શ વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોધાવી છે.

જ્યારે ન્યુ રાણીપ આશ્રમ-૯માં રહેતા પ્રતીકભાઈ સાથે પણ એજ મોડસ ઓપરેન્ડીથી બનાવ બન્યો હતો તેમણે ઓએલક્સ પર વેચવા મુકેલા બેડને ખરીદવા એડવાન્સ પેમેન્ટ આપાવનું કહી ઠગે ક્યુઆર કોડ મોકલતાં પ્રતીકભાઈએ તે સ્કેન કર્યો હતો જેના પરીણામે રૂપિયામાં આવવાના બદલે ૭૪ હજાર રૂપિયા તેમના ખાતામાંથી કપાઈ જતા તેમણે સોલા પોલીસ સ્ટેશન ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.