Western Times News

Gujarati News

સાપ્તાહિક રાશિ ભવિષ્યઃ તા. 20-10-2025 થી 26-10-2025 કેવું જશે તમારૂં સપ્તાહ

મેષ (અ.લ.ઈ.) આર્થિક મોરચે તમારા માટે ફાયદાકારક સમય રહેશે. પ્રોપર્ટીમાં કરેલું રોકાણ તમને મોટો લાભ અપાવશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. થોડા ખર્ચા રહેશે, પરંતુ તે કોઈ મોટી ચિંતાની બાબત બનશે નહીં. નોકરીમાં તમારી સ્થિતિ સાનુકૂળ રહેશે. તમારા વડીલો તમારા સમર્થનમાં ઉભેલા જોવા મળશે, જે તમને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરશે.

તમારી વર્તણૂકના કારણે તમારા વખાણ થશે અને તમારી મહેનત રંગ લાવશે, જો તમે કોઈ વ્યવસાય કરે છે, તો આ સમયે તમારા હાથમાં કોઈ મોટો ઓર્ડર આવી શકે છે, જે તમને ઘણી રાહત અપાવશે. તમને તમારા ભાઈની મદદથી કોઈ મોટું કામ પણ મળી શકે છે. પરણિત જાતકો તેમના ગૃહસ્થ જીવનમાં ચાલી રહેલી ચિંતાઓને ઓછી કરવાનો પ્રયાસ કરશે, પરંતુ પછી સમય જતા બધું સારું થઈ જશે અને તમારા જીવન સાથી પણ તમને પૂરો સાથ આપશે.

પ્રણય જીવન વિતાવી રહેલા લોકો માટે પણ આ સમય સારો રહેશે. તમારે તમારા તેમની તેટલો પસાર કરવા જોઈએ. આ અઠવાડિયું મુસાફરી કરવાના હેતુથી સંપૂર્ણ પણે સારું છે. અઠવાડિયાના મધ્યમાં તમે મુસાફરી કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં વધુ સારા પરિણામો મળશે. તે લોકો અભ્યાસ માટે સખત પરિશ્રમ કરતા જોવા મળશે. આ અઠવાડિયે ખાસ કરીને ઋતુગત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

વૃષભ (બ.વ.ઉ.) શરૂઆતનો તબક્કો ખાસ કરીને પ્રોફેશનલ મોરચે શાનદાર રહેશે. આ સમયમાં તમને કેટલાક નવા લોકોને મળવાનો મોકો મળી શકે છે. તમે નવા સંપર્કો બનાવશો. નોકરિયાત લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. બોનસ અથવા અન્ય કોઈ ફાયદો મળવાથી તમારા આનંદમાં વધારો થશે. વેપાર-ધંધામાં વધારો અને વિસ્તરણ કરી શકશો. પૈસા આવશે જેથી તમે ખૂબ ખુશીનો અહેસાસ થશે અને આ ખુશી તમે અન્ય લોકો સાથે શેર કરશો.

તમારા અટકેલા પૈસા પરત આવી શકે છે. ખર્ચામાં ઘટાડો થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. પારિવારિક જીવન સુખી રહેશે. પરિણીત જાતકોએ ગૃહસ્થ જીવન સુધારવાનો પ્રયાસ કરવો. ખાસ કરીને જિદી વલણ રાખવાથી સંબંધ બગડી શકે છે. તેથી ગુસ્સો કરવાથી દૂર રહેવું તમારા માટે હિતાવહ રહેશે. સંતાનો અંગે તમે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો. પ્રણય જીવનમાં હોય તેમને ઘનિષ્ઠતા રહેશે. તમારી વચ્ચે ગિફ્ટની આપ-લે થઈ શકે છે.

સ્વાસ્થ્ય સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે અને તમે સમયસર સારી તૈયારી કરીને તમારા અભ્યાસમાં આગળ વધારી શકશો. તમને અદ્ભુત અને યાદગાર મુસાફરી પર જઈને વેકેશન ગાળવાનો અવસર પ્રાપ્ત થશે. ખુશ રહેવાથી તમારી ફિટનેસ અને આંતરિક ઊર્જામાં વધારો થશે.

મિથુન (ક.છ.ઘ.) શરૂઆતના ચરણમાં તમે તમારી આવક બાબતે થોડા ચિંતિત રહેશો. કોઈપણ જગ્યાએથી પૈસા આવતા અટકી શકે છે. આર્થિક બાબતોમાં ધીરજથી કામ લેવું. નોકરીમાં થોડી સમસ્યાઓ આવી શકે છે. કેટલાક વિરોધીઓ માથું ઉંચકી શકે છે જ્યારે વેપાર માટે આ સમય સારો રહેશે. સરકાર તરફથી લાભ મળવાની પણ સંભાવના રહેશે. વ્યવસાયી વર્ગ માટે કંઈક નવી યોજનાઓ વિચારવા માટે આ અઠવાડિયું સારું રહેશે.

તમારા વ્યવસાયને કેવી રીતે આગળ ધપાવી શકો તેના પર તમે વિદ્વાન લોકો અને તમારી ટીમના સભ્યો સાથે મનોમંથન કરશો. પારિવારિક જીવનમાં ચિંતા વધી શકે છે. ઘરના લોકો સાથે અમુક બાબતે દલીલો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધો સારા રહેશે. પ્રણય જીવન વિતાવી રહેલા લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે.

વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે, પરંતુ તમારે તમારી એકાગ્રતા વધારવા પર ધ્યાન આપવું પડશે, તો જ તમને અભ્યાસમાં સારાં પરિણામ મળશે. તમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સફળતા મળી શકે છે. મુસાફરી કરવાના હેતુથી અઠવાડિયાનું પ્રારંભિક ચરણ સારું રહેશે. સ્વાસ્થ્ય ચડાવ-ઉતારતું રહેશે. આ અઠવાડિયે તમને પેટમાં દુખાવો થવાની સંભાવના રહેશે. તાવ પણ આવી શકે છે અથવા અપચો પણ થઈ શકે છે, જે તમને પરેશાન કરી શકે છે. ખાનપાન પર ખાસ ધ્યાન આપવું.

કર્ક (ડ, હ) જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને કામના હેતુથી મુસાફરી કરવી પડશે, જેના કારણે તેમની વ્યવસાય વધશે અને તેમને લાભ થઈ શકે છે. નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રે તમે સારું પ્રદર્શન કરી શકશો. તમને સરકારી ક્ષેત્રથી લાભ મળી શકે છે.

આ સપ્તાહની શરૂઆત કેટલાક ખર્ચ સાથે થશે. મિલકત સંબંધિત બાબતોમાં ખર્ચ પણ થઈ શકે છે. પરંતુ તેનાથી તમને ખુશી પ્રાપ્ત થશે. તમે નવું વાહન અથવા જમીન ખરીદવાનો પ્રયાસ કરી શકો છો અને તમને તેમાં સફળતા પ્રાપ્ત થશે. ઉત્તરાર્ધમાં આવકમાં વધારો સ્પષ્ટપણે દેખાશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારા કામમાં વધારો થશે. ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે. ઘરમાં સુખ-શાંતિ રહેશે.

તેમને માતા-પિતાના આશીર્વાદ મળશે. વિવાહિત જાતકો પારિવારિક જીવનનો આનંદ માણી શકશે અને પોતાના જીવનસાથી સાથે લાંબી મુસાફરી કરવાની યોજના બનાવી શકે છે. વિદેશ જવાના પણ યોગ બની રહ્યા છે. પ્રણય જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે અને તમે તમારા પ્રિયને તેમની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશો. વિદ્યાર્થીઓ માટે આ સમય પડકારજનક રહેશે.

તમારે ખૂબ જ ફોક્સ સાથે મહેનત કરવી પડશે અને તમારી એકાગ્રતામાં વધારો કરવો પડશે. અઠવાડિયાની શરૂઆત સિવાય બાકીનો સમય મુસાફરી માટે સાનુકૂળ રહેશે. સ્વાસ્થ્યમાં થોડું ચડાવ-ઉતારતું રહેશે.

સિંહ (મ.ટ.)  તમને દરેક પ્રકારે લાભ, ખુશી અને પ્રસન્નતા મળવાની શક્યતા હોવાથી મોટાભાગનો સમય માનસિક પ્રફુલ્લિતા અને હળવાશમાં પસાર થશે. તમારા કામમાં ઘણી ઝડપ રહેશે, જે તમારી કાર્યક્ષમતા દર્શાવશે. નોકરીમાં તમારા બોસ તમારી કામ કરવાની રીતની પ્રશંસા કરશે. જો તમે વેપાર કરો છો, તો તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એવા કેટલાક લોકો છે જે તમારા કામમાં ગડબડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સ્પર્ધામાં ટકી રહેવા માટે માર્કેટિંગ અને નવા ક્લાયન્ટ સાથે મુલાકાતો વગેરે કરવાની જરૂર પડશે. તમને સરકાર તરફથી પણ લાભ મળવાની સંભાવના રહેશે. ટેક્સને લગતો કોઈ ફાયદો થઈ શકે છે. માત્ર આ દિશામાં યોગ્ય પ્રયત્નો કરવાની જરૂર છે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થજીવનમાં સારી ક્ષણોનો આનંદ માણશે.

તમારા જીવનસાથી સાથે તમે કોઈ સુંદર સ્થળની મુલાકાત લઈ શકો છો. પ્રેમ સંબંધોની શરૂઆત કરવા માટે અત્યારે સારો સમય છે પરંતુ તમે જે પાત્રની પસંદગીમાં તમે અવિચારી નિર્ણય ન લો તેનું ધ્યાન રાખવું. જેઓ પહેલાંથી સંબંધોમાં હોય તેઓ પોતાના પ્રિય સાથે ડીનર અથવા ફરવાનું પ્લાનિંગ કરી શકશે.

લગ્ન સંબંધિત વાત આગળ વધી શકે છે. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સારું પ્રદર્શન કરશે. તમને અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે, જેથી તમને ખુશી પ્રાપ્ત થશે. શરૂઆતનો સમય લાંબી મુસાફરીના સંકેતો આપે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ ભેદરકારી રાખવી નહીં.

કન્યા (પ.ઠ.ણ.) નોકરિયાત લોકોએ પોતાના કામમાં થોડી સાવધાની રાખવી જોઈએ. કામમાં કોઈપણ પ્રકારની ભૂલ થાય નહીં, તેની ખાસ કાળજી રાખવી જોઈએ કારણ કે આ સમયે તમારા કામ પર બધાની નજર રહેશે. જો તમે ઈચ્છતા હોવ તો આ સમયગાળા દરમિયાન નોકરી બદલવામાં પણ સફળતા મેળવી શકો છો. વેપાર કરતા લોકોની યોજનાઓ સફળ થશે.

કામના સંબંધમાં મુસાફરી થઈ શકે છે, જે કાર્યને સફળતાના માર્ગે લઈ જશે. મર્યાદિત આવક વચ્ચે ખર્ચનું પલ્લું ભારે રહેશે માટે હાથ પર અંકુશ રાખવાની સલાહ છે. દેખા-દેખીમાં ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનનો ઉપયોગ તમારી આર્થિક મુશ્કેલીઓ વધારી શકે છે. વિવાહિત લોકો માટે ઘણો સારો સમય છે. પરસ્પર સમજણથી સંબંધ સારા રહેશે. ગૃહસ્થ જીવનમાં રોમાન્સ અને સમર્પણની ભાવના વધશે.

પ્રણય જીવન વિતાવી રહેલા લોકો માટે તેમના પ્રિયપાત્રના જીવનમાં કેટલીક સમસ્યાઓ આવવાની શક્યતા હોવાથી તેમને સહકાર અને હિંમત આપજો. નવા સંબંધોની શરૂઆત કરવામાં ઉતાવળ કરવી નહીં. જીવનસાથીની શોધમાં હોય અને ક્યાંય વાત ચાલતી હોય તેમને પણ થોડી રાહ જોવી પડશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે. તમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સારી સફળતા મળી શકે છે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સાનુકૂળ જણાય છે. સ્વાસ્થ્ય મામલે આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે.

તુલા (ર.ત.)  નોકરીમાં સ્થિતિ સાનુકૂળ રહેશે અને તમને પ્રમોશન મળી શકે છે. તમે તમારું નામ સાર્થક કરશો અને મહેનત કરીને તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં સફળતા મળવાની પ્રબળ તકો રહેશે અને તમને આગળ વધવાની તક મળશે. જો તમે કોઈ મહિલા પાર્ટનર અથવા બિઝનેસ પાર્ટનર સાથે કામ કરશો તો વધુ લાભ મળવાની તક રહેશે. નોકરીમાં તમારી બદલી થવાની સ્થિતિ બની શકે છે.

તમને અચાનક કોઈ જગ્યાએથી અટકેલા નાણાં પરત મળશે, જેનાથી તમને ખૂબ જ ખુશી પ્રાપ્ત થશે. તમારા દરેક કાર્ય પૂર્ણ થશે, જે તમને સફળતા અપાવશે. વિવાહિત લોકોનું પારિવારિક રહેશે અને તમે તમારા જીવનનો આનંદ માણી શકો છો. તેમનું વર્તન બરાબર રાખે તો ગૃહસ્થ જીવન સુખી રહેશે. પરિવારમાં કોઈની તબિયત બગડવાના કારણે તમને ચિંતા વધી શકે છે.

પ્રણય જીવન વિતાવી રહેલા લોકો ચડતી-પડતી હોવા છતાં સંબંધમાં એક્તાને અનુભવ કરશે, જે તમારા માટે ખરાબ બાબત રહેશે. અઠવાડિયાના છેલ્લા બે દિવસ મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે. તમે તમારા મિત્રો સાથે મુસાફરી કરવા જઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી શકશે. તમે શિષ્યવૃત્તિ પણ મેળવી શકો છો. સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી પડશે.

વૃશ્ચિક (ન.ય.)  પ્રોફેશનલ મોરચે તમારા લક્ષ્યો પાર પાડવા અને પ્રગતિ કરવા માટે તમે તમારા કામમાં સખત મહેનત કરશો અને તમારી આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. કેટલાક લોકો વિદેશ પણ જઈ શકે છે. તમે કેટલાક પૈસાનું રોકાણ કરીને તમારા વ્યવસાયને આગળ વધારવાનો પ્રયત્ન કરશો. તમે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ નવું કામ કરશો, જેના કારણે તમારું નામ બનશે અને પ્રમોશન મળવાની પ્રબળ શક્યતાઓ છે.

તમને વધારાના લાભ સાથે બેઝિક પગાર વધારો પણ મળી શકે છે. જેઓ કોઈ વ્યવસાયમાં રોકાયેલા હોય , તેમને કેટલાક જૂના સંપર્કો સાથે મુલાકાત થાય અને તેમની પાસેથી વ્યવસાય માટે સમર્થન મળી શકે છે. વેપારમાં તમને તમારા મિત્રોનો સહયોગ પણ મળશે. દાપત્યજીવન માટે આ સમય સારો રહેશે. તમારી મહેનત સફળ થશે. તમારા લગ્નજીવનને મધુર બનાવવામાં તમારા સાસરીપક્ષ પણ તમને સહકાર આપશે. આ સાથે તમારા પરિવારજનોનું પણ સહયોગી વલણ રહેશે.

પ્રણય જીવન વિતાવી રહેલા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે તમારા પ્રિયને કોઈ મનોરમ્ય જગ્યા પર સરપ્રાઈઝ વિઝિટ પર લઈ જઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ચડતી-પડતી ભરેલું રહેશે. અભ્યાસમાં થોડા અવરોધો આવી શકે છે. આ અઠવાડિયાનું પ્રારંભિક ચરણ મુસાફરી કરવાના હેતુથી સારું રહેશે. અત્યારે તમે સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ થશો જેથી કસરત અને ડાયેટિંગનું પાલન કરશો.

ધન (ભ.ફ.ધ.ઢ.) નોકરી અથવા ધંધામાં અતિશય ધ્યાન આપશો તો તમને કામ સંબંધિત ચિંતા વધી શકે છે, માટે કામની સાથે સાથે પોતાના શરીર અને માનસિક પ્રફુલ્લિતાની થોડી કાળજી લેવી જરૂરી છે. તમે તમારા વ્યવસાયમાં હાલની કામગીરી એકધારા વેગમાં આગળ વધારી શકશો. તમારા કામમાં કોઈને બિનજરૂરી ભાગીદાર ન બનાવતા કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે.

નોકરિયાતોને સલાહ છે કે તમે સારું કામ કરો તો તમારા બોસનું તે દિશામાં ધ્યાન દોરવું કારણ કે તેનાથી તમને પ્રમોશનમાં મોટો લાભ થઈ શકે છે. સરકારી ક્ષેત્રથી પણ સારો લાભ મળી શકે છે. આ અઠવાડિયે તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને તેમની મદદ અને આશીર્વાદથી તમે કોઈપણ કામમાં સફળતા પ્રાપ્ત કરશો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. તમે ખાસ લોકોને આમંત્રણ આપીને એક નાનકડી પાર્ટીનું પણ આયોજન કરી શકો છો.

પરણિત લોકો વચ્ચે ખૂબ જ સારો તાલમેલ રહેશે. તમે એકબીજા સાથે ઉત્તમ સમય વિતાવી શકશો. પ્રણય જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય ચડતી-પડતી ભરેલો હોઈ શકે છે. તમારા સંબંધમાં કોઈ અન્ય વ્યક્તિને હસ્તક્ષેપ કરવા દેતા નહીં, નહીંતર તમારી વચ્ચે શંકાઓ ઉભી થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે અને મહેનત ફળ આપશે. મુસાફરી માટે આ અઠવાડિયું સારું છે. એસિડિટી, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ હોય તેમણે સારવાર અને ખોરાકની પરેજી પર ધ્યાન રાખવું પડશે.

મકર (ખ.જ.) પ્રોફેશનલ મોરચે સાનુકૂળતા અને પરિવારમાં સુખ-શાંતિના કારણે મોટાભાગના સમયમાં તમે ખુશ રહેશો અને આજુબાજુના લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરશો. તમને આત્મવિશ્વાસની નવી લાગણીનો અનુભવ થશે. તમે લાંબી મુસાફરી પર જઈ શકો છો.

પરિવારમાં તમારા માન-સન્માનમાં વધારો થશે. નોકરીમાં તમારે ખૂબ દોડધામ થશે. સાથે જ, તમારે તમારા વ્યવહાર પર પણ ધ્યાન આપવું પડશે. કેટલાક લોકો સાથે વિવાદ થઈ શકે છે. આ લોકો તમારા મેનેજમેન્ટની સમીપના લોકો હશે, તેથી સાવચેત રહેવું. તમને ભાગ્યનો સાથ મળશે. આવકમાં વધારો થશે. તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ તમારા માટે જરૂરી રહેશે કારણ કે તેઓ બીમાર થઈ શકે છે.

તમારા વિવાહિત જીવન માટે આ અઠવાડિયું સારું રહેશે. તમારા લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરીને તમે ખુશખુશાલ મૂડમાં રહેશો. પ્રણય જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. તમે દિલની વાતોને વ્યક્ત કરશો.

વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના અભ્યાસમાં ખૂબ સારી સફળતા મળશે. અન્ય વિદ્યાર્થીઓએ થોડી મહેનત કરવી પડશે. મુસાફરી કરવાના હેતુથી અઠવાડિયાની શરૂઆતથી વધુ સારું બીજું કંઈ નથી. જેઓ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા હોય તેમણે અત્યારે થોડું સાચવી જવું પડશે. જો ભોજન અને પર્યાપ્ત આરામ પર ધ્યાન નહીં આપો તો માંદગી થઈ શકે છે.

કુંભ (ગ.સ.) નોકરિયાત જાતકોની વાત કરીએ તો, તમારી પોસ્ટ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમારું પ્રભૂત્વ વધશે અને લાભ તથા આવકમાં વધારો થશે. તમે આનંદની લાગણીથી છલકાઈ જશો. તમે કામના સંબંધમાં વિદેશથી સારા સંપર્કો પણ મેળવી શકો છો અથવા કોઈ મોટું કામ તમારા હાથમાં આવી શકે છે તેને હાથમાં લેવામાં તમે બિલકુલ સંકોચ અનુભવશો નહીં.

નોકરિયાત જાતકોએ આ સમયનો પૂરો ફાયદો ઉઠાવવો. વ્યવસાય કરતા હોય તેમણે હાલમાં જે સ્થિતિ છે તે આગળ વધવા દેવી અને તેમાં જ વિસ્તરણ કરવાનો પ્રયાસ કરવો. રોકાણ કરવાથી પણ તમને ફાયદો થઈ શકે છે. પરિવારના સભ્યો તમારી ખુશીમાં સામેલ થશે. ઘરમાં મોટી પાર્ટીનું પણ આયોજન થઈ શકે છે. વિવાહિત જાતકો તેમના ગૃહસ્થ જીવનમાં સંતુષ્ટ જોવા મળશે અને તમારા જીવનસાથી સાથેના અંતરમાં ઘટાડો થશે.

પ્રણય જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. તમે અને તમારા પ્રિય એકબીજાને સમજી શકશો અને સમસ્યાઓમાં થોડો ઘટાડો થશે. અઠવાડિયાનું પ્રારંભિક ચરણ મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે.

વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને ઉચ્ચ શિક્ષણમાં જબરદસ્ત પરિણામ મેળવશે. તમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સારી સફળતા મળી શકે છે. તમે શિષ્યવૃત્તિ પણ મેળવી શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ પેટના દુખાવાની સમસ્યા તમને વ્યથિત કરી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)  છેલ્લા કેટલાક સમયથી તમે માનસિક ચિંતામાં હશો તેમાંથી હવે મુક્તિ મળશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં થોડી ચડતી-પડતી આવી શકે છે કારણ કે કોઈની નકામી વાત સાંભળવાથી તમારા વિચારોમાં તેની અસર પડશે અને તેના કારણે ગુસ્સો આવવાથી સહકર્મીઓ અથવા ઉપરીઓ સાથે દલીલબાજી થઈ શકે છે.

આવી પરિસ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો. વ્યવસાયિક દૃષ્ટિકોણથી આ સમય યોગ્ય છે. તમને કામમાં ફાયદો થશે. ધંધામાં મોટો લાભ થઈ શકે છે. તમારી ઉત્પાદકતા વધશે અને તમે સખત પરિશ્રમ કરીને સારા ટેન્ડર મેળવી શકો છો. ખર્ચમાં પણ ઘટાડો થશે.

આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનમાં સંતુષ્ટ દેખાશે, પરંતુ જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. પ્રણય જીવન માટે આ સમય થોડો નબળો કહી શકાય. તમારો તાલમેલ બગડી શકે છે. મુસાફરી માટે સાનુકૂળ સમય છે.

વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આનંદ આવશે અને તેઓ સખત મહેનત પણ કરશે. તમને નવા અભ્યાસક્રમમાં જોડાવા અથવા કંઈક નવું શીખવામાં રસ પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નિયમિત કસરત કરવાની અને તળેલું તેમજ મસાલેદાર ભોજન ટાળવાની ખાસ સલાહ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.