મહુધા ખાતે કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

(માહિતી)નડિયાદ, ધારાસભ્ય સંજયસિંહ મહિડાના અધ્યક્ષ સ્થાને મહુધા ડાકોર રોડ, ૨૨ ગામ પાટીદાર સમાજ વાડી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને ૨૪ વર્ષ થઈ ગયા છે. ગુજરાત વિકાસની ૨૪ વર્ષની સફરની યાદમાં વિકાસ સપ્તાહ દર વર્ષે ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવી રહ્યો છે.
એમ પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્યએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેતીને પ્રોત્સાહન મળ્યું છે. વિકાસ સપ્તાહનો મુખ્ય ઉદેશ્ય રાજ્યની વિકાસયાત્રામાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને નાગરિકો માટે કરાયેલા કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને આત્મા પ્રોજેક્ટના લાભાર્થીઓને વિવિધ યોજનાના સહાય પત્રકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ખેડૂતોને નવીનલક્ષી માહિતી મળે તે માટે કૃષિ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલ કૃષિ વિજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શનની સૌએ મુલાકાત લીધી હતી તેમજ માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોઢા, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ જયંતીભાઈ સોઢા, એ.પી.એમ.સી ચેરમેન નિલેશભાઈ પટેલ, મહુધા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મુકેશભાઈ દરબાર, અગ્રણી સર્વ સ્મિત પટેલ, સામંતસિંહ સોઢા, અલ્પેશભાઈ વાઘેલા,પૂર્વ ચેરમેન ભીખાભાઇ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, તાલુકા પંચાયત સદસ્ય મુકેશસિંહ સોઢા, વિક્રમસિંહ રાઓલજી, દેવયાનીબેન, વિજયભાઈ સોલંકી,
નિરાલીબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ, મામલતદાર પ્રતિકભાઈ ભુરીયા,વિજ્ઞાનિક એન.એમ. પારધી, મદદનીશ ખેતી નિયામક અશ્વિનભાઇ પટેલ, ભાવિનભાઈ પટેલ,સ્થાનિકો તેમજ પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.