47 વર્ષની પ્રેમિકાના દબાણથી કંટાળેલા વૃદ્ધ પ્રેમીએ પાળિયું માથામાં મારી હત્યા કરી

પ્રતિકાત્મક
લગ્નનું દબાણ કરતાં વૃદ્ધ પ્રેમીએ વિધવા મહિલાને પતાવી દીધી
રાજપીપળા, નર્મદામાં નાંદોદના આમલેથાની ૪૭ વર્ષીય વિધવા ૬૪ વર્ષીય વિદૂર વૃદ્ધના પ્રેમમાં પડી હતી. જો કે, લગ્ન માટે દબાણ કરતા વૃદ્ધ પ્રેમીએ વિધવા મહિલાની કરપીણ હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ નર્મદા એલસીબી અને આમલેથા પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પ્રેમીને ઝડપી પાડયો છે.
પોલીસે તપાસ દરમિયાન અરલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વજેપુરા કંપા ગામના રહેવાસી વિદુર ૬૪ વર્ષીય વાડી મેઘજી પટેલને ઝડપી પાડયો હતો. પોલીસ તપાસમાં વાડી પટેલે નયાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
નર્મદા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, આમલેથા ગામની ૪૭ વર્ષીય વિધવા મહિલા નયનાબેન શીતાબખાન પઠાણ (રજવાડી) અને ૬૪ વર્ષીફ વાડી મેઘજી પટેલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. નયનાબેન પોતાના વૃદ્ધ પ્રેમીના ઘરે ગઈ હતી અને લગ્ન માટે દબાણ કરતી હતી. હવે વાડી મેઘજી પટેલને ર પુત્રીઓ અને એક પુત્ર છે જેમાંથી પુત્રીઓના લગ્ન થઈ ગયા છે જ્યારે પુત્રના લગ્ન બાદ એની પત્ની જતી રહી હતી,
એક બાજુ પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતી હતી તો બીજી બાજુ વૃદ્ધના સંતાનો પોતાના પિતાના લગ્ન મુદ્દે ખુશ ન હતા. એ દરમિયાન પ્રેમિકાના દબાણથી કંટાળેલા વૃદ્ધ પ્રેમી વાડી પટેલે ઉશ્કેરાઈને ઘરમાં પાળિયું લઈ નયનાના માથાના ભાગે મારી દેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
હત્યા કર્યા બાદ વાડી પટેલે ૩ દિવસ સુધી પોતાની પ્રેમિકાની લાશને ઘરમાં જ રાખી મૂકી હતી. લાશ ડી કમ્પોઝ થવા લાગતા અને વૃદ્ધ પ્રેમિકાને લાશને ઈકો કારમાં લાવી આમલેથા મૃતકના ઘર નજીક ફેંકીને જતો રહ્યો હતો.