SBI અને PNBમાં ચાર જાહેર ક્ષેત્રની બેંકોનું મર્જર થશે !

ઈન્ડીયન ઓવરસીઝ બેક, આઈઓબી, સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયા, બેક ઓફ ઈન્ડીયા અને બેક ઓફ મહારાષ્ટ્રને પંજાબ નેશનલ બેક, બેક ઓફ બરોડા અને સ્ટેટ બેક ઓફ ઈન્ડીયા જેવી મોટી બેકો સાથે મર્જ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.
(એજન્સી)નવીદિલ્હી, ભારતનું બેકીગ ક્ષેત્ર બીજા મોટા પરીવર્તનની તૈયારી કરી રહયું છે. સરકાર જાહેર ક્ષેત્રની બેકો પીએસબીએસ વચ્ચે એક નવા મેગા મર્જર પર કામ કરી રહી છે. જેના હેઠળ નાની જાહેર ક્ષેત્રની બેકોને મોટી બેકોમાં મર્જ કરવાની યોજના છે.
એક મીડીયા રીપોર્ટ અનુસાર ઈન્ડીયન ઓવરસીઝ બેક, આઈઓબી, સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયા, બેક ઓફ ઈન્ડીયા અને બેક ઓફ મહારાષ્ટ્રને પંજાબ નેશનલ બેક, બેક ઓફ બરોડા અને સ્ટેટ બેક ઓફ ઈન્ડીયા જેવી મોટી બેકો સાથે મર્જ કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.
મની કંટ્રોલ અહેવાલ આપેછ ેકે સરકારી અધિકારીઓના મતે આ યોજનાપર નાણાકીય વર્ષ ર૭ નાણાકીય વર્ષ ર૦ર૬-ર૭માં કેબીનેટ અને પીએમઓ સ્તરે ચર્ચા કરવામાં આવશે આ દરખાસ્તને પહેલા ચર્ચાનો રેકોર્ડ તરીકે મુકવામાં આવશે જે આગળના નિર્ણયો માટેનો આધાર બનશે.
આ પગલું સરકારના મજબુત, મોટી અને વૈશ્વીક સ્તરે સ્પર્ધાત્મક જાહેર ક્ષેત્રની બેકો બનાવવાના લાંબા ગાળાના ધ્યેયને એક ભાગ છે. અગાઉ ર૦૧૭ અને ર૦ર૦ ની વચ્ચે દસ બેંકોનું વીલીનીકરણ દ્વારા ફરીને ચાર મોટી બેકો બનાવવામાં આવી હતી. સરકાર માને છેકે ભારતમાં ઝડપથી વિકસતી ડીજીટર ફીનટેક સેવાઓ અને ખાનગી બેકોના વિસ્તરણને ધ્યાનમાં રાખીને જાહેર ક્ષેત્રની બેકોનું વ્યુહાત્મક રીતે પુનવર્હન કરવાનો સમય આવી ગયો છે.
ચર્ચાનો રેકોર્ડ એ એક આંતરીક સરકારી દસ્તાવેજ છે જે બેઠક દરમ્યાન થયેલી મુખ્ય ચર્ચાઓ અને સર્વસંમતીને રેકોર્ડ કરે છે. કેબીનેટ સ્તરે અનુગામી નીતી મંજુરીઓ અને નિર્ણયો આ દસ્તાવેજ પર આધારીત છે આ દરખાસ્તને પહેલા વરીષ્ઠ અધ્કિારીઓ વચ્ચે ચર્ચા માટે કેબીનેટ સ્તરે મુકવામાં આવશે અને પછી તેને પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ ને વિચારણા માટે મોકલવામાં આવશે.