વ્યકિતગત રીતે તત્કાલ ટીકીટ મળતી નથી પણ એજન્ટને ટીકીટ મળી જાય છે

રેલવેએ વધારાની ટ્રેનો દોડાવી પણ તત્કાલ ટીકીટ સીસ્ટમ પર જાણે એજન્ટનો કબજો
(એજન્સી)અમદાવાદ, રેલવેતંત્ર દ્વારા દીવાળી અને છઠ્ઠના તહેવારન લઈને હાલમાં વધારાની ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આમ છતાં હાલમાં અનેક ટ્રેનોમાં તત્કાલ બુકીગમાં ગણતરીની મીનીટમાં જ તમામ ટીકીટ વેચાઈ જતાંમુસાફરોને નાછુટકે એજન્ટ પર આધાર રાખવો પડે તેવી ફરીયાદ ઉઠવા પામી છે.
સ્કુલ અને કોલેજમાં દીવાળીનું વેકેશન શરૂ થવાની સાથે જ એસ.ટી. બસો અને ટ્રેનોમાં હાલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. રેલવે દ્વારા મુસાફરોને ઘસારાને પહોચી વળવા માટે અનેક નવી અને વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનોનો કારણે અનેક મુસાફરોને રાહત થઈ છે. બીજીબાજુ મુસાફરોના કહેવા પ્રમાણે હાલમાં જે નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
તેમાં તત્કાલ બુકીગ કયારથી શરૂ થશે તેની જાહેરાત કરવામાં આવી હોવાથી વહેલી સવારેથી મુસાફરથી તત્કાલ ટીકીટો લેવા માટે ઓનલાઈન રાહ જોતા હોય છે. સુત્રો કહે છેકે, તત્કાલ ટીકીટ માટે ૧૦ વાગે સાઈટ ખોલવામાં આવે છ.ે પરંતુ ગણતરીની મીનીટોમાં તમામ ટીકીટો વેચાઈ ગઈ છે. હોવાનું દર્શ્વી દેવામાં આવે છે. જેના કારણે વ્યકિગત રીતે તત્કાલ ટીકીટ લેવા ઈચ્છતા મુસાફરો પૈકી લગભગ કોઈને ટીકીટ મળતી નથી.
બીજીબાજુ જે મુસાફરો તત્કાલ ટીકીટ લેવા માટે એજન્ટનો સંપર્ક કરે છે. તેમને ઉંચા ભાવે પણ આ ટીકીટ મળી જાય છે જેના કારણે રેલવેની તત્કાલ ટીકીટ બુકીગ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. મુસાફરો કહે છે. કે ગણતરીની મીનીટોમાં તમામ ટીકીટો માત્ર એજન્ટોનું જ મળી રહી છે. જેના કારણે રેલવેનું સર્વર હેક કરીને એજન્ટો બારોબાર તત્કાલ ટીકીટ ખરીદી લેતાં હોવાની ફરીયાદ પણ ઉઠવા પામી છે.
ખરેખર એજન્ટો દ્વારા આ પ્રકારન ખેલમાં સામેલ હોય તેવા આશંકા પણ મુસાફરો વ્યકત કરી રહયા છે. આમ ખરેખર ગરીબ અને જરૂરીયાતમંદ ધરાવતા મુસાફરોને તત્કાલ ટીકીટનો કોઈ લાભ મળતો નથી.માત્ર એજન્ટો અને સીસ્ટમનો ફાયદો કેવી રીતે ઉઠાવવો તે જાણતાં હોય તેવા અંદરના લોકો જ સમગ્ર પદ્ધતિ પર હાવી થઈ ગયા હોવાની ફરીયાદ છે.