BAPS પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શાકમાં ઈયળ નીકળતા ગ્રાહક દ્વારા ઉગ્ર રજૂઆત

આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે તે મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે, સામાન્ય વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી થાય છે-BAPS પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શાકમાંથી ઈયળ નીકળતા ગ્રાહક રોષે ભરાયો
રાજકોટ, રાજકોટમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત રેસ્ટોરન્ટ પ્રેમવતીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે, ગ્રાહકે પંજાબી થાળી ખાવા માટે લીધી અને તે જમવાની શરૂઆત કરે છે અને શાકમાં ઈયળ હોવાથી તેનું ધ્યાન જાય છે અને હોબાળો કરવામાં આવી છે, આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરશે તે મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે, સામાન્ય વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી થાય છે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગઈકાલે ગ્રાહકે હોબાળો કર્યો હતો, બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના રેસ્ટોરન્ટમાં શુદ્ધ અને શાકાહારીની વાતો વચ્ચે શાકમાં ઈયળ નીકળી હતી, તો પ્રેમવતી રેસ્ટોરન્ટમાં શાકમાં ઈયળ નીકળતા ગ્રાહક દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી તો ગ્રાહકે કહ્યું કે, આ તમારો બીજી વાર ભવાડો થયો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા, રેસ્ટોરન્ટમાં હંમેશા લોકોની ભારે ભીડ જોવા મળે છે અને લાખોની કમાણી વચ્ચે પ્રેમવતીના સંચાલકોની બેદરકારી સામે આવી હતી.
જે માટે આ તંત્ર દ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ અને તે અન્વયેના ફુડ સેફ્ટી શ્ સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ શ્ રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,૨૦૧૧ના શિડ્યુલ -ૈંફ મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે.
તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સિસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.