Western Times News

Gujarati News

ટોલ પ્લાઝાના કર્મીઓ માત્ર 1100 બોનસ મળતાં ભડક્યાં, 30 લાખનું નુકશાન કર્યુ

ટોલ કંપનીને લગભગ ૨૫ થી ૩૦ લાખ રૂપિયાનું નુકસાન, બોનસ વધારવા કંપનીના અધિકારીઓની બેઠક યોજાઈ

લોકોને ફ્રીમાં જવા દીધા

(એજન્સી) લખનૌ, ઉત્તર પ્રદેશના ફતેહાબાદ ટોલ ટેક્સ કર્મચારીઓએ દિવાળી બોનસ રૂ.૧૧૦૦ મળતા નારાજ થઈને ટોલ ગેટ ખોલી નાખ્યા હતા. જેના કારણે ધનતેરસના દિવસે, આગ્રામાં લખનઉ એક્સપ્રેસ વે પરથી હજારો વાહનો ટોલ ચૂકવ્યા વિના પસાર થયા. ટોલ ગેટ ખોલીને, કર્મચારીઓએ ઓછા બોનસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જ્યારે તેઓએ તેમના મેનેજર પાસે દિવાળી બોનસ માંગ્યું, ત્યારે મેનેજરે તેમની અવગણના કરી હોવાથી કર્મચારીઓએ આ પગલું ભર્યું.

દિવાળીનો બોનસ ઓછો મળતાં ફતેહાબાદ ટોલ ટેક્સના કર્મચારીઓ નારાજ હતા. તેમણે શનિવારે રાતે ટોલના ગેટ ખોલી નાખ્યાં. આથી ટોલ કંપનીને લગભગ ૨૫ થી ૩૦ લાખ રૂપિયાનો નુકસાન થયું છે, કેમ કે લગભગ ૨ કલાક સુધી ટોલ ટેક્સના કામમાં વિક્ષેપ પડ્‌યો હતો. મેનેજરે પહેલાં કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહીં. ત્યારબાદ, તેમણે પોલીસના હસ્તક્ષેપથી મામલો થાળે પાડ્‌યો. Toll Chaos on AgraLucknow Expressway: Angry Workers Lift Barriers Over Unpaid Diwali Bonus

ફતેહાબાદ ટોલ પ્લાઝા શ્રી સૈન એન્ડ દાતાર દ્વારા સંચાલિત છે, જે માર્ચ ૨૦૨૫થી કાર્યરત છે. કંપનીએ કર્મચારીઓને દિવાળી માટે માત્ર રૂ.૧૧૦૦ બોનસ આપ્યું હતું. કર્મચારીઓએ કહ્યું કે એક વર્ષની મહેનત પછી આટલું ઓછું બોનસ મળવું અપમાનજનક છે. કંપનીએ માર્ચમાં કોન્ટ્રાક્ટ સંભાળ્યો ત્યારથી અમે ત્યાં કામ કરી રહ્યા છીએ, તો અડધા વર્ષના વિલંબને કારણે તેમને ઓછું બોનસ કેવી રીતે આપી શકાય?

કર્મચારીઓ સવારની શિફ્‌ટ માટે આવતાની સાથે જ તેઓએ વિરોધમાં કામ બંધ કરી દીધું અને દરવાજા ખોલી નાખ્યા. થોડીવારમાં જ લાંબી કતારમાં વાહનો અટક્યા વિના પસાર થવા લાગ્યા. ટોલ બૂથ પર એક પણ ટોલ વસૂલવામાં આવ્યો ન હતો.

કંપનીએ જણાવ્યું હતું કે તેમણે માર્ચ ૨૦૨૫ સુધી કરાર કર્યો હતો, તેથી આખા વર્ષનું બોનસ ચૂકવવું વ્યવહારુ નહોતું. પરંપરા જાળવી રાખવા માટે રૂ. ૧૧૦૦નું બોનસ આપવામાં આવ્યું હતું. જોકે, કર્મચારીઓનું કહેવું છે કે અમે એક વર્ષથી અહીં જ નોકરી કરી રહ્યા છીએ, તેથી અમને આખા વર્ષનું બોનસ મળવું જોઈએ.

વિવાદ વધતો જોઈને, કંપનીના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને કર્મચારીઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો. આખરે, વાટાઘાટો ૧૦% પગાર વધારા સાથે પૂર્ણ થઈ અને આગામી બોનસ વિતરણ દરમિયાન તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. આ ખાતરી બાદ, કર્મચારીઓ નમ્ર બન્યા અને બે કલાક પછી ટોલ કામગીરી ફરી શરૂ થઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.