આ ગોળી ઓપરેશન કર્યા વગર શરીરના અંદરના અલ્સર ઘાને મટાડશે !
પ્રતિકાત્મક
અલ્સરને પેટના એસીડથી બચાવશે. અને સમારકામ પ્રક્રિયા શરૂ કરશે. કામ પુર્ણ થયા પછી, આ ગોળીને ચુંબકની મદદથી મોઢા દ્વારા પાછી કાઢી શકાય છે.
(એજન્સી)લુસાને, વૈજ્ઞાનીકોને એક એવી ગોળી બનાવી છે. જે શરીરની અંદર જઈને પેટ અથવા આંતરડામાં ઘા અથવા અલ્સરને મટાડી શકે છે. અને કોઈ ઓપરેશનની પણ જરૂર પડશે નહી. તે ફેફરલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ઓફ સ્વિટઝલેન્ડના વૈજ્ઞાનીકોએ દ્વારા બનાવવામાં આવી છે. અને તેનું નામ મેન્ગેનીટીક એન્ડોલ્યુમીલ ડીપોઝીશન સીસ્ટમ એમઈડીએસ રાખવામાં આવ્યું છે.
વૈજ્ઞાનીકોએ દાવો કર્યો છેકે આ એક ગોળી છે. જે ઘા અથવા ક્ષતીગ્રસ્ત પેશીઓને મટાડવા માટે બાયો-ઈન્ક જીવંત જેલ જેવો પદાર્થ છાપી શકે છે. આ ઈન્ક ઘાયલ પેશીઓ પર એક માળખું બનાવે છે. જેનાં પર નવાં કોષો વધી શકે છે. અને ઘા મટાડી શકે છે. ગોળીની અંદર કોઈ ઈલેકટ્રોનીકસ નથી. સારવાર દરમ્યાન, ગોળીની ઈન્ક સીધી ઘા પર એકઠી થશે.
અલ્સરને પેટના એસીડથી બચાવશે. અને સમારકામ પ્રક્રિયા શરૂ કરશે. કામ પુર્ણ થયા પછી, આ ગોળીને ચુંબકની મદદથી મોઢા દ્વારા પાછી કાઢી શકાય છે. વૈજ્ઞાનીકોએ જણાવ્યું હતુંકે જયારે પેટ અથવા આંતરડાની અંદર ઘા અલ્સર અથવા લોહી વહી જવાની સમસ્યા હોય છે.
ત્યારે અત્યાર સુધી તેની સારવાર એક ઓપરેશન દ્વારા કરવામાં આવતી હતી જે પીડાદાયક અને જોખમી હોય છે. પરંતુ હવે આ નવી ગોળીને દવાની જેમ ગળી શકાય છે. અને તે શરીરની અંદર જાયછે. અને સીધાં ઘા પર સારવાર કરી શકાય છે.
વૈજ્ઞાનીકોએ કૃત્રિમ પેટની પેશીઓ પર તેનો પ્રયોગ કર્યો અને જાણવા મળ્યું કે તે અલ્સર અને ઘાને મટાડી શકે છે. પરીક્ષણોમાં પણ તેણે બાયો-ઈન્ક યોગ્ય જગ્યાએ જમા કરી હતી. ત્યારબાદ તેને ચુંબકીય સહાયથી શરીરમાંથી બહારખેચી શકાય છે.
