પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લીધા
AI Image
મહેસાણામાં વિજાપુરમાં હિટ એન્ડ રનમાં બે વૃદ્ધાનું મોત, અકસ્માત બાદ વાહન ચાલક ઘટનાસ્થળથી ફરાર
મહેસાણાના વિજાપુરમાં એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અકસ્માતમાં બે વૃદ્ધાઓનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. આ અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મહેસાણાના મહાદેવપુરા ગવાડા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વૃદ્ધાઓ રસ્તા પર નીચે પટકાયા બાદ તેમના માથાના ભાગમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ અકસ્માતમાં મૃત્યુ પામનારની ઓળખ પુરી એન ઠાકોર અને મુળીબહેન ઠાકોર તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરતા પોલીસે બંને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.
આ બાદ વિજાપુર પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ હિટ એન્ડ રન તેમજ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આરોપીને શોધવાનો પ્રયાસ હાથ ધરાયો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે, તેમજ ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
