અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી ઓઈલ કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ
‘તરત જ યુદ્ધવિરામ કરો’ : અમેરિકા
પુતિને અગાઉ તાત્કાલિક યુદ્ધવિરામની ટ્રમ્પની માંગણીને નકારી કાઢી હતી, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી
વાશિગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત મુલતવી રાખ્યા બાદ અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છેરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત મુલતવી રાખ્યા બાદ અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છે. અમેરિકાએ રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી જેથી મોસ્કો પર તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થવા માટે દબાણ કરી શકાય. એક દિવસ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ પુતિન સાથેની તેમની સંભવિત મુલાકાત રદ કરવાની પુષ્ટી કરતા કહ્યું કે તેઓ નિરર્થક મુલાકાત ઇચ્છતા નથી.
પુતિને અગાઉ તાત્કાલિક યુદ્ધવિરામની ટ્રમ્પની માંગણીને નકારી કાઢી હતી. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં બેસન્ટે કહ્યું હતું કે, “ હવે સમય આવી ગયો છે કે હત્યા રોકવામાં આવે અને તાત્કાલિક યુદ્ધવિરામ કરવામાં આવે. રાષ્ટ્રપતિ પુતિનના આ અર્થહીન યુદ્ધને સમાપ્ત કરવાનો ઇનકારને ધ્યાનમાં રાખીને ટ્રેઝરી વિભાગ રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ પર પ્રતિબંધો લાદી રહ્યું છે, જે ક્રેમલિનના યુદ્ધ મશીનને ભંડોળ પૂરું પાડે છે.”
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે, “ટ્રેઝરી વિભાગ રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને સમર્થન આપવા માટે જો જરૂરી હોય તો વધુ પગલાં લેવા તૈયાર છે. અમે અમારા સાથીઓને અમારી સાથે જોડાવા અને આ પ્રતિબંધોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”ss1
