પ્રાઇવેટ પાર્ટનો સ્પર્શ પણ રેપ, સગીર પીડિતાનું નિવેદન જ પૂરતું
બામ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ચુકાદો આપ્યો
હાઈકોર્ટે આરોપી બસ ડ્રાઇવરને નીચલી કોર્ટે ફટકારેલી ૧૦ વર્ષની સજા યથાવત રાખી
નાગપુર, બામ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ચુકાદો આપ્યો છે કે અયોગ્ય ઈરાદાથી પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો પણ બળાત્કાર ગણાય. કોર્ટે પોક્સો કેસમાં આરોપીની સજાને યથાવત રાખી છે. બાળકો સાથે થોડું પણ અભદ્ર વર્તન પણ બળાત્કાર ગણવો જોઈએ તેવું અવલોકન બેન્ચે કર્યું છે. ૩૮ વર્ષીય આરોપીની અરજીને ફગાવતા કોર્ટે જણાવ્યું કે, તેણે પાંચ અને છ વર્ષની બાળકીઓ સાથે અભદ્ર કૃત્ય કર્યું છે, જેના કારણે પોક્સો કેસ બને છે. કોર્ટે આરોપીની ૧૦ વર્ષની જેલની સજા યથાવત રાખી છે.
આરોપી વ્યવસાયે ડ્રાઇવર છે જે વર્ધા જિલ્લાના હિંગંઘાટનો રહેવાસી છે. જસ્ટિસ નિવેદિતા મહેતાએ ચુકાદો સંભળાવતા કહ્યું કે, પીડિતાને કોઈપણ પ્રકારના જાતિય હેતુથી સ્પર્શ કરવો અથવા જાતિય સંબંધ બાંધવાનો પ્રયાસ કરવો તે બળાત્કાર ગણાય છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોપીએ બાળકીઓને જામફળની લાલચ આપીને બોલાવી અને બાદમાં તેમને અશ્લીલ વીડિયો બતાવ્યા હતા.આરોપીએ બાળકીઓનું જાતિય શોષણ કરવાનો પ્રયાસ કર્યાે હતો. આરોપી વિરુદ્ધ પોક્સો કાયદા અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) (i) અને ૫૧૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
નીચલી કોર્ટે આરોપીને ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યાે હતો. જસ્ટિસ મહેતાએ વધુમાં જણાવ્યું કે, પીડિતાઓ અને તેમની માતાના નિવેદનો, ફોરેન્સિક પુરાવા સૂચવે છે કે તેમના પર જાતિય હુમલો કરવાનો પ્રયાસ થયો હતો.ઘટનાના ૧૫ દિવસ બાદ મેડિકલ પરીક્ષણ કરાતાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન મળ્યા ના હતા. આનો અર્થ એ નથી કે આરોપીએ જાતિય હુમલો નથી કર્યાે. આરોપીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, પીડિતાના પરિવાર સાથે જૂની દુશ્મનાવટને લીધે તેના પર પાયાવિહોણા આરોપો લગાવાયા છે. ss1
