Western Times News

Gujarati News

અમેરિકાએ વેનેઝુએલાને ટારગેટ કરી કેરેબિયન સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર મોકલ્યું

કેરેબિયનમાં અમેરિકન સૈન્યની હાજરીમાં મોટો વધારો

૨૦૧૭માં કમિશન કરાયેલું યુએસએસ જેરાલ્ડ ફોર્ડ અમેરિકાનું સૌથી નવું અને દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે

વાશિગ્ટન, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કેરેબિયન ક્ષેત્રમાં યુએસએસ જેરાલ્ડ ફોર્ડ એરક્રાફ્ટ કેરિયર ગ્›પને લેટિન અમેરિકા મોકલવાનો આદેશ આપ્યો. આ પગલું અત્યાર સુધીના સૌથી મોટા એન્ટી-નાર્કાેટિક્સ મિશન તરીકે ગણાય છે અને વોશિંગ્ટનની સૌથી સશક્ત સૈન્ય કાર્યવાહી છે. આ તૈનાતી ટ્રમ્પની ૮ વધારાના યુદ્ધ જહાજો, ૧ પરમાણુ સબમરીન અને હ્લ-૩૫ ફાઇટર જેટ્‌સ સહિત સૈન્ય હાજરી વધારવાની યોજનાનો ભાગ છે. વિશ્લેષકો આ પગલાથી ક્ષેત્રમાં અમેરિકન ઇરાદાઓ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

અમેરિકન વહીવટીતંત્ર લાંબા સમયથી વેનેઝુએલાની નિકોલસ માદુરોની સરકાર પર માદક પદાર્થાેના તસ્કરોને આશ્રય આપવાનો અને લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો આરોપ લગાવતું રહ્યું છે.ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કેરેબિયન ક્ષેત્રમાં અમેરિકન સૈન્યની હાજરીમાં મોટો વધારો કરવા માટે ‘યુએસએસ જેરાલ્ડ ફોર્ડ’ એરક્રાફ્ટ કેરિયર ગ્›પને લેટિન અમેરિકા મોકલવાનો આદેશ આપ્યો. આ કાર્યવાહી વોશિંગ્ટનની અત્યાર સુધીની સૌથી સશક્ત સૈન્ય કાર્યવાહી ગણાય છે અને તેને અત્યાર સુધીના કોઈપણ માદક પદાર્થ વિરોધી અભિયાન (એન્ટી-નાર્કાેટિક્સ મિશન) કરતાં ઘણું મોટું પગલું માનવામાં આવે છે.

આ સૈન્ય તૈનાતી, જેમાં ૮ વધારાના યુદ્ધ જહાજો, ૧ પરમાણુ સબમરીન અને હ્લ-૩૫ ફાઇટર જેટ્‌સનો સમાવેશ થાય છે, તે કેરેબિયન ક્ષેત્રમાં સૈન્યની હાજરી વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનો એક હિસ્સો છે. જોકે, વિશ્લેષકો માને છે કે આ પગલું આ ક્ષેત્રમાં અમેરિકન ઇરાદાઓ વિશે ચિંતાઓ ઊભી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું અમેરિકન વહીવટીતંત્ર લાંબા સમયથી વેનેઝુએલામાં નિકોલસ માદુરોના નેતૃત્વ હેઠળની સરકાર પર માદક પદાર્થાેના તસ્કરોને આશ્રય આપવાનો અને લોકશાહી સંસ્થાઓને નબળી પાડવાનો આરોપ લગાવતું આવ્યું છે.

પેન્ટાગોનના પ્રવક્તા સીન પર્નેલે X પર પોસ્ટ કરતાં કહ્યું કે, ‘યુએસએસ સાઉથકોમ ક્ષેત્રમાં વધેલી અમેરિકન સૈન્ય હાજરીથી આપણી ક્ષમતામાં વધારો થશે, જેથી આપણે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી શકીએ, તેમને રોકી શકીએ અને સમાપ્ત કરી શકીએ જે અમેરિકાની સુરક્ષા અને પશ્ચિમી ગોળાર્ધની સ્થિરતાને જોખમમાં મૂકે છે.’ જોકે, તેમણે એ જણાવ્યું ન હતું કે એરક્રાફ્ટ કેરિયર લેટિન અમેરિકા ક્યારે પહોંચશે.

થોડા દિવસો પહેલા સુધી ‘યુએસ જેરાલ્ડ ફોર્ડ’ યુરોપમાં જિબ્રાલ્ટરની ખાડીમાંથી પસાર થઈ રહ્યું હતું.૨૦૧૭માં કમિશન કરાયેલું યુએસએસ જેરાલ્ડ ફોર્ડ અમેરિકાનું સૌથી નવું અને દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે, જેના પર ૫,૦૦૦ થી વધુ નાવિકો અને ૭૫ ફાઇટર જેટ્‌સ તૈનાત છે. આ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકન સેનાએ કેરેબિયન સમુદ્રમાં કથિત ડ્રગ જહાજો પર ૧૦ હવાઈ હુમલા કર્યા છે, જેમાં લગભગ ૪૦ લોકો માર્યા ગયા છે.

પેન્ટાગોને આ અભિયાનો વિશે બહુ ઓછી માહિતી આપી છે, પરંતુ એ વાતની પુષ્ટિ કરી છે કે માર્યા ગયેલા કેટલાક લોકો વેનેઝુએલાના હતા. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ વારંવાર આરોપ લગાવ્યો છે કે અમેરિકા તેમને સત્તા પરથી હટાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે.વોશિંગ્ટને ઓગસ્ટમાં માદુરોની ધરપકડમાં મદદરૂપ માહિતી આપનારને મળનાર ઇનામને બમણું કરીને ૫ કરોડ ડોલર કરી દીધું હતું. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.