દીપિકા રણવીર સિંહે દીકરી દુઆ સાથેની પહેલી તસવીર કરી શેર
ફોટામાં દુઆ હસતી જોવા મળી રહી છે અને તેના ચહેરાની માસૂમિયત અને સુંદરતાએ સૌનું દિલ જીતી લીધું છે
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દિવાળી પર ફેન્સને આપી સરપ્રાઇઝ
મુંબઈ, બોલિવૂડની લોકપ્રિય જોડી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે આ દિવાળીએ તેમના ફેન્સને એક ખાસ અને અણમોલ ભેટ આપી છે. કપલે પહેલીવાર તેમની દીકરી દુઆ પાદુકોણ સિંહનો ચહેરો સોશિયલ મીડિયા પર જાહેર કર્યાે છે.દિવાળીના શુભ અવસર પર, દીપિકા અને રણવીરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સુંદર ફેમિલી ફોટો શેર કર્યાે હતો.
આ તસવીરમાં આ કપલ તેમની નાનકડી દુઆ સાથે જોવા મળે છે. ફોટામાં દુઆ હસતી જોવા મળી રહી છે અને તેના ચહેરાની માસૂમિયત અને સુંદરતાએ સૌનું દિલ જીતી લીધું છે.જેવી દુઆની તસવીર સામે આવી, સોશિયલ મીડિયા પર જાણે ખુશીની લહેર દોડી ગઈ હતી. ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ સતત કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે.
અભિનેત્રી અનન્યા પાંડેએ લખ્યું, “ઓ માય ગોડ.” હંસિકા મોટવાણીએ કોમેન્ટ કરી, “કેટલી ક્યુટ છે.” ગૌહર ખાનએ લખ્યું, “આશીર્વાદ! ખુદા તમારા પરિવારને પ્રેમ, પ્રકાશ, સુરક્ષા અને સમૃદ્ધિ પ્રદાન કરે.”એક ચાહકે લખ્યું, “સૌથી સુંદર દિવાળી ગિફ્ટ,” તો બીજાએ કોમેન્ટ કરી, “દુઆ બિલકુલ મમ્મી જેવી લાગી રહી છે.”દીપિકાએ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ તેમની દીકરી દુઆને જન્મ આપ્યો હતો. ગયા વર્ષની દિવાળી પર, તેમણે તેમની દીકરીના નામનો ખુલાસો કર્યાે હતો.
તેમણે લખ્યું હતું, “અમારી દીકરીનું નામ દુઆ પાદુકોણ સિંહ છે! દુઆનો અર્થ પ્રાર્થના થાય છે, કારણ કે અમારી દીકરી અમારી પ્રાર્થનાઓનો જવાબ છે. અમારા હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરેલા છે.”આ વર્ષે દિવાળીએ, કપલે તેમની દીકરીનો ચહેરો દુનિયા સમક્ષ લાવીને ચાહકોને મોટી સરપ્રાઈઝ આપી છે.ss1
