નીતીશ કુમારે પૂર્વમંત્રી અને 11 ધારાસભ્યોને JDUમાંથી સસ્પેન્ડ કેમ કર્યા ?
(એજન્સી)પટના, બિહારમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ પહેલા નીતીશ કુમારની પાર્ટી જેડીયુએ આ મોટું પગલું ભર્યું છે. પક્ષ વિરુદ્ધ જઈને કામ કરનારા ૧૧ લોકોને પાર્ટીમાંથી નિલંબિત કરવામાં આવ્યા છે. આ લોકોમાં બિહારના પૂર્વ મંત્રી ગ્રામીણ કાર્ય વિભાગ અને જમાલપુરના ધારાસભ્ય શૈલેષ કુમાર પણ શામેલ છે.
બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભમાં, જનતા દળ (યુનાઇટેડ) એ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને આચાર સંહિતાના ઉલ્લંઘનને કારણે કેટલાક નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.
પાર્ટીએ આ માટે એક માહિતી પત્ર પણ જાહેર કર્યો છે. આ પત્ર પ્રદેશ મહાસચિવ અને મુખ્ય મથક પ્રભારી ચંદન કુમાર સિંહે બહાર પાડ્યો છે. આ લોકોને બહારનો રસ્તો બતાવાયો.
૧. શૈલેષ કુમાર – પૂર્વ મંત્રી, જમાલપુર, મુંગેર. ૨. સંજય પ્રસાદ – ચકાઈ, જમુઈ. ૩. શ્યામ બહાદુર સિંહ – બડહરિયા, સીવાન. ૪. રણવિજય સિંહ – બડહરા, ભોજપુર. ૫. સુદર્શન કુમાર – બરબીઘા, શેખપુરા. ૬. અમર કુમાર સિંહ – સાહેબપુર કમાલ, બેગુસરાય. ૭. આસમા પરવીન – મહુઆ, વૈશાલી. ૮. લબ કુમાર – નવીનગર, ઔરંગાબાદ. ૯. આશા સુમન – કદવા, કટિહાર. ૧૦. દિવ્યાંશુ ભારદ્વાજ – મોતિહારી, પૂર્વી ચંપારણ. ૧૧. વિવેક શુક્લા – જીરાદેઇ, સીવાન.
