મોટરસાયકલ ચોરને ખેડબ્રહ્મા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપ્યો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ઉપરી પોલીસ અધિકારીઓની જિલ્લામાં મિલકત સંબંધી ચોરીઓના બનાવો અટકાવવા તથા જુના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સૂચન અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એન. સાધુ,અહેકો ધર્મેન્દ્રકુમાર, અપોકો પ્રદીપ કુમાર, આપોકો દિલીપભાઈ, આપોકો અક્ષય કુમાર તથા આપોકો કલ્પેશકુમાર વિગેરે આ દિશામાં કાર્યશીલ હતા
અને ખેડવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો. પ્રદીપસિંહ તથા પો.કો. કલ્પેશકુમાર ને બાતમી હકીકત મળેલ કે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની મો.સા. લઈ કોટડા તરફથી આવે છે જે હકીકત આધારે ખેડવા ચેકપોસ્ટ ખાતે વોચ તપાસમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ આવતા શંકાસ્પદ ઈસમને સાથે પકડી ચાલકનું નામ પુછતાં પોતે પોતાનું નામ મિથુન કુમાર ચંદુભાઈ બુમ્બડીયા રહે
.તા. કોટડા છાવણી રાજસ્થાન વાળા હોવાનું જણાવેલ જેથી મો.સા.ના આધારપુરાવા તેમજ ઓળખના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો હોય અને સંતોષકારક જવાબ આપતો ન હોય સદર મો.સા. જોતાં હીરો કંપનીનું જpઙ્મીહર્ઙ્ઘિ pઙ્મેજ હોય તેના ચેચીસ નંબર આધારે રજીસ્ટ્રેશન નંબર ટેકનીકલ સોર્સ આધારિત ચેક કરતા આ મોટરસાયકલ
એક માસ અગાઉ ખેડબ્રહ્મા માતાજી મંદિરના ર્પાકિંગમાંથી ચોરી કરેલા નું જણાતું હોય અને સદર મોટરસાયકલ ના ખાનામાં એક મોબાઈલ પણ હોય જે ફોન પણ રજૂ કરતો હોય જે બાબતે પોકેટ કોપ એપ્લિકેશન તથા પોર્ટલ મારફતે ચેક કરતા સદર મોટરસાયકલ રજીસ્ટર નંબર ૭૩૪૧ બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને
ચોરીના ગુનામાં દાખલ થયેલ હોય જે મોટરસાયકલ ની કિંમત રુ. ૪૦,૦૦૦ ની ગણી કબજે કરીના ગુના નો આરોપી તથા મુદ્દા માલ મોટરસાયકલ રિકવર કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો અનડિટેકટ મોટરસાયકલ ચોરીનો બધી ગુન્હા નો ભેદ ઉકેલવામાં ખેડબ્રહ્મા પોલીસને વધુ એક સફળતા મળેલ છે.
