પેરિસના મ્યુઝિયમમાંથી રૂ.૮૯૫ કરોડનાં ઘરેણાં ચોરનાર બે ની ધરપકડ
એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ
ચોરોએ ૧૯ ઓક્ટોબરે સવાર ચાર મિનિટથી પણ ઓછા સમયમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
પેરિસ, ફ્રાંસના પ્રખ્યાત લુવ્ર મ્યુઝિયમમાં શાહી આભૂષણોની ચોરી કેસમાં બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.જોકે આ કેસમાં વધુ ચોરો છે. તેમની ધરપકડ બાકી છે. ફ્રાંસ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર ચોરીની આ ઘટના માત્ર ચાર જ મિનિટમાં બની હતી. જેમાં ૮૯૫ કરોડના આભૂષણોની ચોરી થઇ હતી.ફ્રાંસના અધિકારીઓએ જણાવ્યું છે કે ચોરોએ ૧૯ ઓક્ટોબરે સવાર ચાર મિનિટથી પણ ઓછા સમયમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
તેમણે સીન નદી બાજુના મ્યુઝિયમની બારી તોડી હતી. બે કાંચના ડિસ્પ્લે કેસ તોડીને સામાન કાઢી લીધો હતો.અલાર્મ વાગતાં જ સુરક્ષાકર્મીઓ પહોંચે તે અગાઉ ચોરો મોટરસાયકલ પર ભાગી ગયા હતા. આઠ જેટલી દુર્લભ વસ્તુઓ ચોરાઇ હતી. જેમાં ૧૯મી શતાબ્દીના રાણી મેરી અમેલિયા અને હોર્ટેસનો નીલમ જડેલો મુગટ, હાર અને નેપોલિયન બોનાપાર્ટના બીજા પત્ની મહારાની મેરી લુઇઝનો હીરાજડિત હાર અને કાનની બૂટી, એક બ્રોચ અને હીરા-પન્ના સાથેના આભૂષણો સામેલ હતા. મ્યુઝિયમના સંરક્ષક લોરે બકુઆનું કહેવું છે કે ચોરાયેલા શાહી આભૂષણોની કિંમત આશરે ૧૦.૨ કરોડ ડોલર છે.SS1
