આલિયા “લવ એન્ડ વોર”માં રણબીર અને વિકી સાથે જોવા મળશે
આલિયા ભટ્ટ સાથે કામ કરશે
‘આલ્ફા’ બાદ આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની “લવ એન્ડ વોર”માં રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળશે
‘પઠાણ’ બાદ હવે શાહરુખ ખાનની આ સ્પાય યુનિવર્સ ફિલ્મમાં થશે એન્ટ્રી
મુંબઈ, અભિનેત્રી આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ “આલ્ફા”ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં નિર્માતાઓ ફિલ્મની આસપાસ હાઇપ વધારવા માટે YRF સ્પાય યુનિવર્સના એક મોટા સુપરસ્ટારનો કેમિયો રોલ તૈયાર કરી રહ્યા હોવાના અહેવાલ છે.નોંધનીય છે કે “ટાઈગર ૩” અને મોટી ફ્લોપ સાબિત થયેલી “વોર ૨” જેવી પાછલી ફિલ્મો જોઈએ તેટલી સફળ ન થતાં, નિર્માતા આદિત્ય ચોપરાએ “આલ્ફા” માં મોટા ફેરફારો કરવાનું નક્કી કર્યું છે.
ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, નિર્માતાઓએ સ્પાય યુનિવર્સના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો “આલ્ફા” માં કેમિયો કરાવવા માટે સંપર્ક કર્યાે છે.નિર્માતાઓની યોજના છે કે શાહરૂખ ખાનનો આ કેમિયો ફિલ્મ માટે મોટો હાઇપ ઊભો કરશે અને સાથે જ તેની આગામી ફિલ્મ “પઠાણ ૨” માટે પણ માર્ગ મોકળો કરશે.હાલમાં શાહરૂખ ખાન તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ “કિંગ”ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી, તેણે આ બાબતે વિચાર કરવા માટે થોડો સમય માંગ્યો છે.
આદિત્ય ચોપરા આ કેમિયોનું શૂટિંગ ઝડપથી પૂરું કરવા માંગે છે, જેથી ડિસેમ્બર ૨૦૨૫માં રિલીઝ થનારી આ ફિલ્મનું કામ સમયસર પૂર્ણ થાય. શાહરૂખ નવેમ્બરના પહેલા અઠવાડિયાથી ચાર દિવસની રજા લે એવી યોજના છે.ઉલ્લેખનીય છે કે, YRF સ્પાય યુનિવર્સની આ સ્પાય થ્રિલર ફિલ્મ “આલ્ફા” આ વર્ષે ૨૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમાં આલિયા ભટ્ટ, શર્વરી વાઘ અને બોબી દેઓલ જેવા કલાકારો જોવા મળશે. ‘આલ્ફા’ બાદ આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની “લવ એન્ડ વોર”માં રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળશે.SS1
