અક્ષયકુમાર જલ્દી ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ શરૂ કરશે
આ ફિલ્મને ૨૦૨૬ના મધ્યમાં રિલીઝ કરવાની યોજના છે
આ ફિલ્મમાંઅક્ષયકુમારની સાથે સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ વિગેરે મહત્ત્વના રોલમાં જોવા મળશે
મુંબઈ, અક્ષયકુમાર ફરી પાછો પોતાની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ ‘વેલકમ-૩’ તરીકે પણ જાણીતી છે. એક રિપોર્ટના જણાવ્યાનુસાર અક્ષયકુમાર નવેમ્બર મહિનાથી ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ શરૂ કરવાનો છે. જે ૧૫ દિવસ સુધી ચાલશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મના શૂટિંગમાં ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટ જોડાવવાની છે. આગલા વરસની શરૂઆત સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવશે. જેથી ફિલ્મને ૨૦૨૬ના મધ્યમાં રિલીઝ કરી શકાય.
અહમદ ખાનના દિગ્દર્શનમાં બની રહેવા ‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષયકુમારની સાથે સાથે સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ, પ્રકાશ રાજ, જેકી શ્રોફ, રામપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, શ્રેયસ તલપડે, જોની લીવર, દિશા પટાણી, જેકલિન ફર્નાન્ડિસ, બોબી દેઓલ અને અનિલ કપૂર મહત્ત્વના રોલમાં જોવા મળવાના છે.‘વેલકમ ટુ ધ જંગલ’ એક કોમેડી ડ્રામા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ પહેલા ૨૦૨૪ના ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી. આ ફિલ્મનું શૂટિંગ વારંવાર અનિવાર્ય સંજોગોને કારણે રદ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મને ‘વેલકમ-૩’ તરીકે પણ લોકો જાણે છે.SS1
