‘હું ઇચ્છું છું કે, મારા કામથી લોકો મને યાદ રાખે’ : પાર્થ
અભિનેતાએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં કરી પોસ્ટ
અભિનેતા પાર્થ સમથાન છેલ્લે ‘CID’ માં જોવા મળ્યો હતો.પાર્થે ACP આયુષ્માનની ભૂમિકા ભજવી હતી
મુંબઈ, ટીવી એક્ટર પાર્થ સમથાન ઘણા મહિનાઓથી સોશિયલ મીડિયાથી દૂર છે. અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. પાર્થે લખ્યું, ‘ઇન્સ્ટાગ્રામ પર હું ઘણા સમયથી અનએક્ટિવ છું, કારણ કે હું મારા જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, જેમાં મેં ઘણુ સહન કર્યુ.’પાર્થે વધુમાં આગળ કહ્યું કે, ‘આ એક એવો સમય હતો જ્યારે હું ખૂબ જ નિરાશા અનુભવી રહ્યો હતો.
એટલો નિરાશા અનુભવતો હતો કે, મને કંઈ કરવાનું મન જ નહોતું થતું. પરંતુ પછી મેં મારી જાતને સંભાળી અને વિચાર્યું કે, આ દુનિયાનો અંત ન હોઈ શકે. મારે આગળ વધવું પડશે અને કામ કરવું પડશે.’‘હું ઇચ્છું છું કે, મારા કામથી લોકો મને યાદ રાખે. હું ઇન્સ્ટાગ્રામ પર પાછો આવીને ખુશ છું. હવે તમે મારી પોસ્ટ્સ જોઈ શકશો. ચાહકો પાર્થની પારદર્શિતાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેઓ તેના જુસ્સાને સલામ કરી રહ્યા છે. દરેક વ્યક્તિનું કહેવું છે કે, તે ખૂબ જ હિંમતવાન છે.ઉલ્લેખનીય છે કે, પાર્થ સમથાન છેલ્લે ‘CID’ માં જોવા મળ્યો હતો. પાર્થે ACP આયુષ્માનની ભૂમિકા ભજવી હતી.SS1
