એવું તે શું થયું કે ફોરેન્સિક ભણતી યુવતીએ બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો
ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે તેમને રાખના ઢગલામાં એક સળગેલી લાશ મળી આવી. શરૂઆતમાં, તે અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું,
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીના તિમારપુર વિસ્તારમાં લાગેલી આગમાં એક રૂમ ખાખ થઈ ગયો હતો, હવે આ આગે એક એવા ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે, જેને જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. તપાસમાં સામે આવ્યું કે આ દુર્ઘટના નહીં પરંતુ ષડયંત્રપૂર્વક કરેલી હત્યા હતા. આ ખતરનાક ષડયંત્રની માસ્ટરમાઇન્ડ તે યુવતી નીકળી જે ખુદ ગુનો ઉકેલવાનો અભ્યાસ કરી રહી હતી.
બીએસસી ફોરેન્સિક સાયન્સની આ છાત્રા, ક્રાઇમ વિજ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરી લોકોને ન્યાય અપાવવાનું કામ કરવાની હતી, પરંતુ હવે તે ખુદ કઠેડામાં ઉભી છે. ઉત્તર દિલ્હીના તિમારપુર વિસ્તારમાં બનેલી સનસનાટીભર્યા હત્યાના સંદર્ભમાં દિલ્હી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
તેમાં ૨૧ વર્ષીય અમૃતા ચૌહાણ પણ સામેલ છે, જે બીએસસી ફોરેન્સિક સાયન્સની વિદ્યાર્થીની છે. તેણીએ તેના પરિચિત ૩૨ વર્ષીય રામકેશ મીણા, જે યુપીએસસીની તૈયારી કરતો હતો, તેનું ગળું દબાવીને હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું અને પછી તેને આગ લગાવી દીધી હતી.
ડીસીપી રાજા બંઠિયાએ જણાવ્યું હતું કે ૬ ઓક્ટોબરની રાત્રે તિમારપુરમાં એક ઇમારતના ચોથા માળે આગ લાગી હોવાની જાણ થઈ હતી. જ્યારે ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે તેમને રાખના ઢગલામાં એક સળગેલી લાશ મળી આવી. શરૂઆતમાં, તે અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું,
પરંતુ ફોરેન્સિક તપાસમાં એક અલગ જ વાત બહાર આવી. સીસીટીવી ફૂટેજમાં બે માસ્ક પહેરેલા પુરુષો અને બાદમાં એક યુવાન અને એક મહિલા ઇમારત છોડીને જતા જોવા મળ્યા. આનાથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.
તો મૃતકના પરિવારે ઘટનાને શંકાસ્પદ ગણાવી તો પોલીસે કોલ ડિટેલની તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું કે અમૃતા ચૌહાણનું નામ, જેનું મોબાઇલ કોલેશન ઘટાની રાત્રે તે વિસ્તારમાં હતું. ત્યારબાદ મામલો આગકાંડથી હત્યામાં બદલાઈ ગયો.
ત્યારબાદ પોલીસે ૧૮ ઓક્ટોબરે અમૃતાની મુરાદાબાદ (ઉત્તરપ્રદેશ) થી ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે પોતાના ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે આ હત્યા તેણે પોતાના પૂર્વ પ્રેમી સુમિત કશ્યપ અને સાથી સંદીપ કુમાર સાથે મળીને કરી હતી.
