Western Times News

Gujarati News

શું ફરીથી ગુજરાતમાં ખેડૂત આંદોલન સળગશે ?

પ્રતિકાત્મક

કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ખેડૂતો ફરી રસ્તા ઉપર ઉતરશે

(એજન્સી)સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખેડૂતોનું આંદોલન થવા જઈ રહ્યું છે, જેમાં બોટાદવાળી થવાનો ડર છે. સૌરાષ્ટ્ર એ ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે, જ્યાં કદડા પ્રથા બંધ કરવા માંગ ઉઠી રહી છે. હવે જોવું એ રહ્યું કે, ગુજરાતમાં ખેડૂત આંદોલન કેવું અને કેટલુ સળગશે, અને આંદોલનની આ આગના પડઘા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહિ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આજે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો.

બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતો પર થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મૂળી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.

ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અનેક માંગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીદી વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં થતો કડદા તાત્કાલિક રીતે બંધ કરાવવો, તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નક્કી કરાયેલી ૭૦ મણની લિમિટ વધારીને ઓછામાં ઓછું ૨૫૦ મણ કરવામાં આવે તેવી મુખ્ય માંગણી રાખવામાં આવી હતી.

તે ઉપરાંત બોટાદના કડદા ગામમાં ૮૫ ખેડૂતો સામે ખોટા કેસો દાખલ કરી દમન સહિત કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા, નિર્દોષ ખેડૂતોને ન્યાય મળે અને પોલીસ દ્વારા પરિવાર સાથે કરાયેલા દમનની તપાસ થાય તેવી માંગ સાથે અવેદનપત્ર પાઠવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન કિસાન એકતા મંચના આગેવાનોએ જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિશાળ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મૂળ મામલતદાર કચેરી આગળ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતો દ્વારા ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો. કિસાન એકતા મંચના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ લડત ખેડૂત હક માટેની છે અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓની લડત ચાલુ રહેશે.

તો બીજી તરફ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે. રાજ્યની છઁસ્ઝ્રમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે. આગામી ૩૧ ઓક્ટોબરના દિવસે ખેડૂતોની મહાપંચાયત યોજવાની જાહેરાત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય દ્વારા કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેવાના છે. તેમજ આ ખેડૂત મહાપંચાયતમાં રાજ્યભરના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.