Western Times News

Gujarati News

ત્રિપુરા વિધાનસભાનું પ્રતિનિધિમંડળ ગુજરાતના પાંચ દિવસીય અભ્યાસ પ્રવાસે

પ્રવાસના પ્રથમ દિવસે સમિતિના સભ્યોએ અમદાવાદના રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, ઇસ્કોન મંદિર સહિતનાં સ્થળોની મુલાકાત લીધી

આગામી પાંચ દિવસ સુધી સમિતિ રાજ્યના વિકાસ અને નાગરિક સુખાકારી માટે રાજ્ય સરકારે લીધેલાં પગલાંનો અભ્યાસ કરશે

ત્રિપુરા વિધાનસભા સદસ્યોની સમિતિ ગુજરાત રાજ્યના પાંચ દિવસીય અભ્યાસ પ્રવાસે છે. દરમિયાન, આજે પ્રવાસના પ્રથમ દિવસે સમિતિએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, આશ્રમ રોડ, ઇસ્કોન મંદિર સહિતનાં સ્થળો અને વિસ્તારોની મુલાકાત લઈ, વિશ્વના સૌ પ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતાં અમદાવાદ શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ અને સૌંદર્યીકરણ અંગે માહિતી મેળવી હતી.

સમિતિના સદસ્યોએ શહેરના સમતોલ વિકાસ અને નાગરિક સુવિધાઓ માટેના પ્રયાસોની પ્રશંસા કરી, તેમાંથી પ્રેરણા મેળવ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

ત્રિપુરા વિધાનસભાનાં સદસ્ય શ્રીમતી સ્વપ્ના દેબબર્માના વડપણ હેઠળની આ સમિતિમાં શ્રી માનબ દેબબર્મા, શ્રી રામુ દાસ અને શ્રી નયન સરકાર સહિતના સભ્યો પણ જોડાયા છે. આગામી તા. ૩૧ સુધી સોમનાથ, દ્વારકા, પોરબંદર-ગાંધી જન્મભૂમિ સહિત રાજ્યનાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ, રાજ્યના વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતાં વિવિધ પગલાંઓનો અભ્યાસ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.