ખેડબ્રહ્મા શહેરમાં અચલેશ્વર મહાદેવ મંદિરમાં ભાગવત ભાગવત કથાનું આયોજન કરાયું

ખેડબ્રહ્મા શહેર ના ગામ વિસ્તારમાં આવેલ અચલેશ્વર મહાદેવ મંદિરે તુલસી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. તારીખ 1-2- 2020 થી તારીખ 7- 2 -2020 સુધી ભાગવત કથાનું રસપાન મૂળ ખેડબ્રહ્મા ના રહીશ એવા વિદ્વાન શાસ્ત્રી નિરવકુમાર રાકેશભાઈ ત્રિવેદીએ કરાવ્યું હતું. સાત દિવસ સુધી ખેડબ્રહ્માના લોકોએ કથાનું રસપાન કર્યું હતું.
કથાના અંતિમ દિવસ તારીખ 7- 2 -2020 ને શુક્રવારના દિવસે કથાનું સમાપન હતું.. આ દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન બારા નું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ પટેલ,ખેડબ્રહ્મા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અરવિંદ ભાઈ રાવલ તથા ખેડબ્રહ્મા શહેરના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.