હું નવા કલાકારોને હંમેશા મદદ કરીશ શાહિદ કપૂર
શાહિદ કપૂરે ફિલ્મમાં પહેલો બ્રેક મળવા વિશે વાત કરી
શાહિદ હાલમાં હોમી અડજાણિયાની ફિલ્મ ‘કોકટેલ ૨’માં ક્રિતિ સેનન અને રશ્મિકા મંદાના સાથે શૂટ કરી રહ્યો છે
મુંબઈ,શાહિદ કપૂરે ‘ઇશ્ક વિશ્ક’ ફિલ્મથી પોતાની સફરની શરૂઆત કરી હતી. તેના પછી તેણે ‘વિવાહ’, ‘જબ વી મેટ’, ‘કબીર સિંઘ’, જેવી અલગ અલગ પ્રકારની ફિલ્મ કરી, છેલ્લે તે ક્રિતિ સેનન સાથે ‘તેરી બાતોં મેં ઐસા ઉલજા જિયા’માં જોવા મળ્યો હતો. હવે તે હોમી અડજાણિયાની ફિલ્મ ‘કોકટેલ ૨’માં ક્રિતિ સેનન અને રશ્મિકા મંદાના સાથે શૂટ કરી રહ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાની આ સફર વિશે વાત કરી હતી. શાહિદે કહ્યું, “જ્યારે એક ફિલ્મ સુપરહિટ જાય છે તો, દરેક કલાકાર ફરી એ ડિરેક્ટર સાથે એક પછી એક ફિલ્મ કરે છે અને તે સામાન્ય વાચ છે. પરંતુ મેં જ્યારે શરૂઆત કરી અને મને સફળતા મળી તે પહેલા, હું હંમેશા ઇચ્છતો હતો કે કોઈ મારી ક્ષમતાઓમાં વિશ્વાસ કરે.
ઇમ્તિઆઝ અલી જેવા ડિરેક્ટર, જે ત્યારથી લોકપ્રિય થઈ ગયા છે, તેણે મને જબ વી મેટમાં એક જોરદાર તક આપી. આવું જ બીજું ઉદાહરણ કબીર સિંઘ માટે સંદીપ રેડ્ડી વાંગાનું છે. મને એમાં બહુ જ મજા આવે છે. મારી ઇચ્છા હતી કે અમે કશુંક નવું અને ઓરિજિનલ કરી શકીએ. પરંતુ એ સમયે ફિલ્મની રીમેક બની રહી હતી. તેથી મેં એ દૃષ્ટિએ ફિલ્મ સ્વીકારી અને એ કરવા સહમત થઈ ગયો. સંદીપને રીમેક કરવાની જ ઇચ્છા હતી.”સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ હંમેશા વિવાદમાં રહી છે, ત્યારે તેની સાથે કામ કરવા અંગે શાહિદે કહ્યું, “એની સાથે કામ કરવું એ ગર્વની વાત હતી. એ આજે એક લોકપ્રિય ફિલ્મ મેકર ગણાય છે. ઘણા લોકોને તેમની ફિલ્મ વિવાદાસ્પદ લાગે છે, પરંતુ એ જે ફિલ્મ બનાવે છે તે લોકોને ગમે જ છે.
હિન્દી ઓડિયન્સને કબીર સિંઘ સાથે તેનો પરિચય થયો.”જ્યારે નવા કલાકારો સાથે કામ કરવા અંગે શાહિદે કહ્યું, “હું નવા કલાકારોને હંમેશા મદદ કરીશ કારણ કે મને મારો પહેલો બ્રેક એ જ રીતે મળ્યો હતો. કોઈએ મને હું કોઈનો દિકરો છું એટલે કે પછી હું કોઈ જાણીતી વ્યક્તિને ઓળખું છું એ જોઇને કામ નહોતું આપ્યું. મેં જ્યારે ઇશ્ક વિશ્ક સાઇન કરી ત્યારે મેં મારા પિતાને નહોતું કહ્યું. મેં ફિલ્મ સાઇન કરી પછી તેમને કહ્યું. એ વખતે હું મારા પિતા સાથે રહોતો નહોતો એટલે મને કોઈ ઓળખતું નહોતું.”ss1
