Western Times News

Gujarati News

148 કરોડનો નકલી ડ્રાફટ સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયા લાલ દરવાજાની બ્રાંચને કિલયરીગ માટે મોકલાતાં ભાંડો ફૂટ્યો

રૂ.૧૪૮ કરોડનો નકલી ડ્રાફટ આપવાના કેસના આરોપીની રીવીઝન અરજી રદ-નીચલી અદાલતના આદેશને હાઈકોર્ટે યથાવત રાખ્યો

(એજન્સી)અમદાવાદ, બેંકમાં ૧૪૮ કરોડોનો નકલી ડ્રાફટ જમા કરાવવાના આરોપીની રીવીઝન અરજી હાઈકોર્ટે રદ કરી છે. અરજદારે સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયામાં ૧૪૮ કરોડનો નકલી ડ્રાફટ જમા કરાવ્યો હતો. અરજદાર દ્વારા જે ડ્રાફટ આપવામાં આવ્યો હતો

એ નકલી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ મામલે તેને નીચલી કોર્ટે કોઈ રાહત નહી આપતાં તેણે હાઈકોર્ટમાં રીવીઝન અરજી કરી હતી. જેમાં પણ હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો.

વર્ષ ર૦૦૭માં નડીયાદની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે મીનેશ પટેલ નામના અરજદારે હાઈકોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી હતી. વર્ષ ર૦૦પમાં નડીયાદ મેજીસ્ટ્‌Ùેટ કોર્ટે અરજદારને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. આરોપી સામે સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયામાં મેનેજરે ફરીયાદ નોધાવી હતી. જે ફરીયાદને મુખ્ય આરોપી યુકેમાં રહે છે.

અરજદારના બનેવીએ સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયાની વેબસાઈટ પરથી બચત ખાતું ખોલાવવા માટે ફોર્મ ડાઉનલોડ કર્યું હતું. જેણે ૧૦૦ પાઉન્ડનો ચેક પોસ્ટથી મોકલ્યો હતો. વર્ષ ર૦૦રમાં તેમનું બચત ખાતું ખુલ્યું હતું. બાદમાં તેમણે બચત ખાતું ખુલ્યું હતું બાદમાં તેમણે પોતાના સાળા મિનેશ પટેલ મારફતે બેકમાં ૩ર મીલીયન યુએસ ડોલર એટલે કે ૧૪૮ કરોડનો ડ્રાફટ જમા કરાવ્યો હતો.

આ ડ્રાફટ યુનીયન બેક ઓફ નાઈજીરીયા દ્વારા ઈસ્યુ કરાયો હતો. જેથી સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયા લાલ દરવાજાની મુખ્ય બ્રાંચને કિલયરીગ માટે નડીયાદની શાખાએ મોકલી આપ્યો હતો. સેન્ટ્રલ બેંકે અમેરીકાની એકસપ્રેસ ન્યુયોર્ક બેક સાથે વાત કરતા ખબર પડી હતી કે આવી કોઈ બેકનું કોઈ અસ્તિત્વ જ નથી અને આ ડ્રાફટ નકલી અને ખોટો છે. ડ્રાફટ નકલી હોવાથી તેને રીટર્ન કરાયો હતો. અને બંને આરોપી સામે પોલીસ ફરીયાદ નોધાઈ હતી. સાથે જ નકલી ડ્રાફટ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો હતો.

હાઈકોર્ટમાં અરજદાર વતી રજુઆત કરાઈ હતી કે, બચત ખાતું અરજદારનું નહી પણ તેના બનેવીના નામનું છે. ડ્રાફટ પણ અરજદારના નામનો નથી. કોઈ પાવર ઓફ એટર્ની અરજદારના નામે નથી.ડ્રાફટ બેકમાં જમા કરાવાવ બનેવીએ કહયું હતું એટલે કરાવ્યો હતો.

અરજદારને ડ્રાફટ ખોટો હોવાની ખબર નહોતી આ કોઈ ગુનાહીત કાવતરું નથી. સરકારી વકીલે કહયું હતું કે, બેક સાથે ફ્રોડ કરવાના હેતુથી જ નકલી ડ્રાફટ તેમાં જમા કરાવ્યો હતો. કોર્ટે નોધ્યું હતુંકે, નીચલી કોર્ટના હુકમમાં હાઈકોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. આ અરજી રદ કરવામાં આવે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.