Western Times News

Gujarati News

શિકાગોથી જર્મની જઈ રહેલી ફલાઈટમાં ભારતીય વિદ્યાર્થીએ બે યુવાન પર હુમલો કર્યાે

એક મહિલા યાત્રીને લાફો માર્યાે

આ ઘટના બાદ ફ્લાઈટને બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી

બોસ્ટન, અમેરિકાના શિકાગોથી જર્મની જઈ રહેલી ફ્લાઈટમાં એક ભારતીય વિદ્યાર્થી બે યુવાન પર હુમલો કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ પ્રણીત કુમાર ઉસીરિપલ્લી નામના ભારતીય વિદ્યાર્થીએ બે યુવાન પર કાંટાવાળી ચમચીથી હુમલો કર્યાે હતો અને એક મુસાફરને લાફો પણ માર્યાે હતો.આ બાબત મેસેચ્યુસેટ્‌સ ડિસ્ટ્રિક્ટની યુએસ એટર્નીની ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ અંગે કોર્ટમાં રજુ થયેલા દસ્તાવેજો અનુસાર વિદ્યાર્થી ઉસિરીપલ્લીએ ૧૭ વર્ષના મુસાફરના ખભામાં કાંટા ચમચી વડે હુમલો કર્યાે હતો અને પછી બીજા ૧૭ વર્ષના મુસાફર પર પણ હુમલો કર્યાે હતો.

જેના કારણે કાંટા ચમચી તેના માથાના પાછળના ભાગમાં વાગી હતી. આ ફ્લાઇટ લુફ્થાન્સા એરલાઈન્સ દ્વારા સંચાલિત હતી.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જેમાં પ્રથમ પીડીત ફ્લાઈટની વચ્ચેની સીટ પર સુઈ ગયો હતો. જયારે તેણે આંખ ખોલી ત્યારે ઉસિરીપલ્લી તેની પર કાંટા ચમચી વચ્ચે હુમલો કર્યાે હતો. તેમજ તેની બાદ બીજા વ્યકિત પર હુમલો કરવા ગયો હતો. જેમાં તેને માથાના પાછળના ભાગ પર વાગ્યું હતું. જયારે તેને ફ્લાઈટના સ્ટાફે રોકવાનો પ્રયાસ કર્યાે તો તેમની પર પણ હુમલાનો પ્રયાસ કર્યાે હતો.તેમજ તેની બાદ એક મહિલા યાત્રીને લાફો માર્યાે હતો.

આ ઘટના બાદ ફ્લાઈટને બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. તેની બાદ ઉસિરીપલ્લીની એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. આ ભારતીય વિદ્યાર્થી સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો છે.તેની પર અમેરિકાની જીલ્લા અદાલતમાં ફ્લાઈટમાં હુમલો કરીને શારીરિક નુકસાન પહોંચાડવાના ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસમાં જો તે દોષી પુરવાર થશે તો તેને ૧૦ વર્ષની જેલ અને ત્રણ વર્ષ સુધી દેખરેખ હેઠળ મુકિત અને ૨,૫૦,૦૦૦ ડોલરનો દંડ થઈ શકે છે. પ્રણીત કુમાર ઉસીરિપલ્લીએ બાઈબલના અભ્યાસમાં માસ્ટર પ્રોગામમાં એડમિશન લીધું હતું.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.