Western Times News

Gujarati News

માઈક્રો ટનલિંગ પદ્ધતિથી 1800 MM ડાયાની સ્ટોર્મ વોટર ડ્રેનેજ નાંખવામાં આવશે માણેકબાગથી અંજલી સુધી

પ્રતિકાત્મક

શું છે સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે માઈક્રો ટનલિંગ પદ્ધતિ ?

માણેકબાગથી અંજલી ચાર રસ્તા સુધી રૂ.૩૭ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નંખાશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં માણેકબાગ ચાર રસ્તા થી અંજલી ચાર રસ્તા સુધી રૂ. ૩૭ કરોડ. ૧૧ લાખની ખર્ચે ૧,૮૦૦ મીમી ડાયાની માઈક્રો ટનલિંગ પદ્ધતિથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ નાંખવામાં આવશે.

માણેકબાગ, નહેરૂનગર, આયોજનનગર શારદાનગર, ભુદરપુરા, ધરણીધર, ભઠ્ઠા, અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છૂટકારો અપાવવા અને નાગિરકોની હાલાકી હળવી કરવા માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ નાંખવા માટે આવતીકાલે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ચોમાસામાં મૂશળધાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને ક્યારેક ત્રણ ચાર કલાક સુધી પાણી ભરાઈ રહેતા હોવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાવાને કારણે વિપક્ષ દ્વારા છસ્ઝ્ર બોર્ડમાં શાસક પક્ષ પર પસ્તાળ પાડવામાં આવી હતી. micro tunneling method for 1800 mm pipe for storm water drainage

અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર ડ્રેનેજના અપૂરતા નેટવર્કને કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થતો નથી અને તેના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાન કારણે રોડ તૂટી જવાને કારણે ભારે નુકસાન થાય છે તેમજ રોડ બેસી જવાને કારણે રોડ સેટલમેન્ટ અને ભુવા પડવાનો સિલસિલો જેવા મળે છે.

અને રોડ રસ્તા ધોવાઈ જવાને કારણે ઠેર ઠેર ખાડા પડવાથી શહેરીજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઉલ્લેખનીય છે કે, શહેરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના અપૂરતા નેટવર્કની બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને છસ્ઝ્ર કમિશનર ભંછાનિધિ પાનીએ પણ છસ્ઝ્ર ભીર્ડમાં આગામી વર્ષોમાં શહેરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક માટે પૂરતું બજેટ ફાળવવા અને શક્ય તેટલા વિસ્તારીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક હેઠળ આવરી લેવાની ખાતરી આપી હતી.

AMC દ્વારા માણેકબાગ ક્રોસ રોડથી અંજલી ચાર રસ્તા સુધી રૂ. ૩૭ કરોડ ૧૧ લાખના ખર્ચે માઈક્રો ટનલિંગ પદ્ધતિથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ નાંખવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે. આ હેતુસર AMC ઈજનેર વિભાગ દ્વારા અંદાજ તૈયાર કરીને ટેન્ડર મંગાવાયા હતા અને આ કામગીરી માટે આવેલ ટેન્ડરર પૈકી ઓછા ભાવના ટેન્ટર મંજૂર કરીને કામગીરી સોંપવા માટે આવતીકાલે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીમાં દરખાસા રજૂ કરાશે.

🌧️  સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે માઈક્રો ટનલિંગ પદ્ધતિ (૧૮૦૦ mm પાઇપ)

માઈક્રો ટનલિંગ (MT) એ એક અદ્યતન, બિન-ખનન (Trenchless) બાંધકામ પદ્ધતિ છે, જેનો ઉપયોગ મુખ્યત્વે ૧૮૦૦ mm જેવા મોટા વ્યાસની પાઇપલાઇન ભૂગર્ભમાં ચોકસાઈપૂર્વક સ્થાપિત કરવા માટે થાય છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં ખુલ્લું ખોદકામ શક્ય ન હોય.

આ પદ્ધતિ ૧૮૦૦ mm (૧.૮ મીટર) વ્યાસની સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાઇપ નાખવા માટે અત્યંત અસરકારક છે, કારણ કે તે ટ્રાફિક, ઇમારતો કે અન્ય યુટિલિટી લાઇનને ખલેલ પહોંચાડ્યા વિના કાર્ય પૂર્ણ કરે છે.

⚙️ માઈક્રો ટનલિંગ કેવી રીતે કામ કરે છે?

માઈક્રો ટનલિંગમાં મુખ્યત્વે બે કૂવા (Shafts) બનાવવામાં આવે છે અને પાઇપ નાખવાની પ્રક્રિયા નિયંત્રિત રીતે ભૂગર્ભમાં થાય છે.

૧. પ્રારંભિક તૈયારી અને કૂવા (Shafts) નું નિર્માણ

  • લોન્ચિંગ કૂવો (Launching Shaft): જ્યાંથી પાઇપ નાખવાનું શરૂ કરવાનું હોય ત્યાં એક મોટો, ઊંડો અને મજબૂત કૂવો બનાવવામાં આવે છે. આ કૂવો ટનલ બોરિંગ મશીન (TBM) અને પાઇપ સેગમેન્ટ્સને નીચે ઉતારવા તથા જેકિગ ફોર્સ (ધક્કો મારવાની શક્તિ) માટે આધાર પૂરો પાડે છે.
  • રિસીવિંગ કૂવો (Receiving Shaft): જ્યાં પાઇપલાઇન પૂરી કરવાની હોય ત્યાં બીજો કૂવો બનાવવામાં આવે છે, જ્યાંથી TBM બહાર નીકળે છે.

૨. ટનલ બોરિંગ મશીન (TBM) નું સ્થાપન

  • લોન્ચિંગ કૂવામાં TBM (જેને પાઇપ જેકિગ મશીન પણ કહેવાય છે) નીચે ઉતારવામાં આવે છે.
  • ૧૮૦૦ mm વ્યાસની પાઇપ નાખવા માટેનું TBM ખાસ કરીને આ કદને અનુરૂપ હોય છે, જેમાં કટીંગ હેડ, સ્લરી સિસ્ટમ (ખોદેલ માટી દૂર કરવા માટે) અને ગાઇડન્સ સિસ્ટમ હોય છે.

૩. પાઇપ જેકિગ અને ખોદકામ (Jacking and Excavation)

  • ખોદકામ (Excavation): TBM નું કટીંગ હેડ માટીને ખોદીને તોડે છે. TBM ને રિમોટ કંટ્રોલ રૂમમાંથી નિયંત્રિત કરવામાં આવે છે, જેથી ભૂગર્ભમાં પણ ચોક્કસ ગ્રેડિયન્ટ (ઢાળ) અને દિશા જાળવી શકાય.
  • સ્લરી સિસ્ટમ: TBM ની આગળથી ખોદાયેલી માટીને પાણી સાથે ભેળવીને સ્લરી બનાવવામાં આવે છે. આ સ્લરીને પાઇપલાઇનની સમાંતર મૂકેલી પમ્પિંગ સિસ્ટમ દ્વારા બહાર લોન્ચિંગ કૂવા સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી નિકાલ કરવામાં આવે છે.
  • પાઇપ જેકિગ (Pipe Jacking): TBM જેટલું આગળ વધે, તેટલી જ જગ્યામાં મશીનની પાછળ, હાઇડ્રોલિક જેક દ્વારા ૧૮૦૦ mm વ્યાસની કોંક્રીટ અથવા સ્ટીલ પાઇપનો એક સેગમેન્ટ ધક્કો મારીને જમીનમાં દાખલ કરવામાં આવે છે.
  • આ પ્રક્રિયા સતત ચાલે છે: ખોદકામ → સ્લરી દ્વારા માટીનો નિકાલ → પાઇપનો નવો સેગમેન્ટ જેક કરવો, જ્યાં સુધી પાઇપ રિસીવિંગ કૂવા સુધી ન પહોંચે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.