Western Times News

Gujarati News

કાલુપુરમાં જુગારના અડ્ડો પોલીસે પકડ્યો- જવાબદાર કોણ – ભાડે ચલાવનાર કે મકાન માલિક?

કાળુપુર પોલીસ સ્ટેશનની હદમાં બાકરઅલીની પોળમાં આવેલ મેહરાજ ફલેટમાંથી કથિત બંધ મકાનમાં જુગારનો ખુફીયા અડ્ડો પાલીસે પકડી તો પાડયો -પણ જુગાર રમવા ભાડે મકાન આપનાર અબ્બાસ ધોરાજીવાલાએ પોલીસ સ્ટેશનમાં ભાડુઆતની નોંધણી કરાવી હતી ?! સાચો મકાન માલિક કોણ ?! તેની તપાસ કોણ કરશે ?!

મુખ્ય આરોપી મોઈજ કાદરભાઈ રૂપાવાલાએ મકાનના કથિત કબજેદાર અને આરોપીના મિત્ર અબ્બાસ ધોરાજીવાલા પાસેથી ભાડા પેટે ખરીદેલ 

કાળુપુર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પી.એસ.આઈ. ભાનુબેન રૂમાભાઈ તરાલે જુગાર રમતા પાંચ વિરૂધ્ધ તપાસ હાથ ધરી રૂ. ૩૪,૦૦૦/- રોકડા તથા રૂ. ૬૧,૨૯૦/- નો મુદ્દામાલ કબજે લેતાં આ મુદ્દો કાળુપુરની જનતામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો ?!!

કાળુપુર વિસ્તારના BJPના કર્મશીલ કાર્યકર તરીકે ઓળખાતા અવેસખાન પઠાણ કાળુપુરમાં ખુણે ખાંચરે ચાલતા જુગારના અડા બંધ કરાવવા આગળ આવી પક્ષની શાન વધારશે ?!

તસ્વીર કાળુપુર પોલીસ સ્ટેશનની છે ! કાળુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાકરઅલીની પોળમાં આવેલ મેહરાજ ફલેટના ત્રીજા માળે કથિત બંધ મકાનમાં મુખ્ય આરોપી મોઈજ કાદરભાઈ રૂપાવાલાએ મકાનના કથિત કબજેદાર અને આરોપીના મિત્ર અબ્બાસ ધોરાજીવાલા પાસેથી ભાડા પેટે ખરીદેલ છે એવું પોલીસ તપાસમાં ખુલ્યું છે ! ત્યારે આ મકાનનું લાઈટ બીલ અબુબકર કરીમ અવરીને નામે આવે છે !

તો વગર દસ્તાવેજ કરે આ મકાન કઈ રીતે ફરતું રહે છે ?! અને જુગારનો અડો ચલાવતા આરોપી મોઈજ કાદરભાઈને ભાડા પેટે વેચાણ અબ્બાસ ધોરાજીવાલાએ ગુન્હાના કામે વાપરવા કઈ રીતે આપ્યું છે ?! કેટલું ભાડુ કઈ રીતે લેવાતું હતું અને અપાતું હતું ?!

શહેર પોલીસ કમિશ્નરશ્રીના જાહેરનામા મુજબ ભાડુઆતની નોંધણી અબ્બાસ ધોરાજીવાલાએ કરાવી છે ?! અબ્બાસ ધોરાજીવાલા પોતે જ ભાડુઆત હોય તો આ મકાનના મૂળ માલિકે જુગારના અડ્ડા ઉપર રેડ પડયા પછી મકાન ખાલી કરાવવા શું પગલા લીધા ?! તપાસ અધિકારી ભાવનાબેન રૂમાભાઈ તરાલ તપાસ અધિકારી તરીકે તેના મૂળ સુધી ગયા છે કે નહીં ?! આ મુદ્દો પણ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે !

ત્યારે કેટલાક જાગૃત નાગરિકોએ નવો જ મુદ્દો ઉઠાવતા સાંભળવા મળે છે ! ડાબી બાજુની તસ્વીર શહેર પોલીસ કમિશ્નર શ્રી જી. એસ. મલીકની છે ! જયારે ત્રીજી તસ્વીર કાળુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજીક કાર્યકર શ્રી અવેસખાન પઠાણની છે ! ભા.જ.પ.ના પોતે સક્રીય કાર્યકર હોવાનું મનાય છે !

આવા અડા ચાલતા રહે તો બહેન દિકરીઓની સલામતીનું શું ?! ખરેખર તો ભારતીય જનતા પાર્ટીએ જે તે વિસ્તારના કાર્યકરો પાસેથી ખુલાસો માંગવો જોઈએ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઓપરેશન સિંદુરના પ્રણેતા અને માર્ગદર્શક છે

ત્યારે જુગારના કથિત ચાલતા અડાઓ સામે ભા.જ.પ.ના કાર્યકરો કેમ સગવડીયું મૌન ધારણ કરે છે ?! રાજકીય લેવલે તેની પણ તપાસ કેમ કરાતી નથી ?! જોઈએ પોલીસ તપાસમાં બીજા કોના કોના નામ ખુલે છે ?! શહેર પોલીસ કમિશ્નર શ્રી જી. એસ. મલીકે અત્યંત ગંભીર બનવાની જરૂર છે ! કારણ કે અમદાવાદ શહેરમાં ખુણે ખાંચરે ઘણી ગુન્હાહીત પ્રવૃત્તિઓ ચાલે છે ! સલામત ગુજરાત માટે ખતરો ઉભો થઈ રહ્યો છે ??!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ કહે છે કે, “આગળ વધવાની શક્તિ હોવી એનું નામ હિંમત નથી, જયારે તમારામાં શક્તિ ન હોય ત્યારે આગળ વધવાનું બળ આપે એનું નામ હિંમત છે”!! જયારે મહાત્મા ગાંધી કહે છે કે, “માણસે પોતાના વિચારોનું સર્જન છે એ જે વિચારે છે તેવો બને છે”!! સરકાર કાયદાના શાસનની રક્ષક છે ! અને પોલીસ તંત્ર સામાજીક જવાબદારીનું ઉત્તરદાયિત્વ છે !

અને લોકશાહીમાં કહેવાતા સામાજીક કાર્યકરો અને કથિત નેતાઓએ મૂલ્યનિષ્ઠ સમાજ વ્યવસ્થાના પથદર્શક છે ! આવું હોય તો જ સમાજમાંથી ગુંડાગીરી, અસામાજીક પ્રવૃત્તિઓનો નાશ થઈ શકે ! પરંતુ અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં એવી ચોંકાવનારી હકીકત ટોક ઓફ ધી ટાઉન બની છે કે, કાળુપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બાકરઅલીની પોળમાં આવેલ મેહરાજ ફલેટના ત્રીજા માળે ઘણાં લાંબા સમયથી કથિત જુગારનો અડો ચલાવવામાં આવતો હતો ! કાળુપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. શ્રી બી. આર. તરાલે પોતાના પોલીસ સ્ટાફ સાથે રેડ પાડતા પાંચ આરોપીઓ ઝડપાઈ ગયા અને આશરે રૂ. ૩૪,૦૪૦/- તથા જમીન દાવાના રોકડા રૂ. ૩,૨૫૦/- કબજે કરી આગળની તપાસ હાથ ધરતા સમગ્ર કાળુપુરમાં આ ઘટનાએ લોકોમાં ચકચાર જગાવી છે !

કાળુપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બાકરઅલીની પોળમાં આવેલ મેહરાજ ફલેટના ત્રીજા માળે બંધ મકાનમાં જુગારના અડામાંથી રેડ દરમ્યાન પાંચ ઝડપાયા ! પંરતુ જુગારીઓને જુગાર રમવા ભાડે મકાન આપનાર કથિત અબ્બાસ ધોરાજીવાલા સામે કોઈ કાર્યવાહી નહીં ?! ની કાળુપુરમાં ચર્ચામાં તથ્ય શું ?!

કાળુપુર બાકરઅલીની પોળમાં આવેલ મેહરાજ ફલેટના ત્રીજા માળે બંધ મકાનમાં ખુલ્લેઆમ જુગારનો અડો ચાલતા હોવાની કથિત બાતમીના આધારે ઈન્ચાર્જ પી.એસ.આઈ. બી.આર. તરાલે રેડ કરીને પાંચ આરોપીઓ પાસેથી રૂ. ૩૪,૦૪૦/- કબજે કરી તેમજ જુગારીઓ પાસેથી મોબાઈલ સહિતની વસ્તુઓ કબજેકરી તપાસ હાથ ધરવામાં આવી છે !

જેમાં કાળુપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેકટર ભાવનાબેન રૂમાભાઈ તરાલે જુગાર અટકાયતી અધિનિયમની કલમ-૪-૫ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ! જેમાં આરોપી તરીકે મોઈજ કાદરભાઈ જાતે રૂપાવાલા, જોહર સુબરાભાઈ રંગવાલા વોરા, હુસેન કુરેશભાઈ લોખંડવાલા, એનઅલી મોહંમદહુસેન પુલાવવાલા તથા કનૈયાલાલ બાબુલાલ રાજપુત ધોબી સામે ગુન્હો રજીસ્ટર્ડ થયો છે !

કાળુપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. ભાવનાબેન રૂમાભાઈ તરાલે હાથ ધરેલી તપાસ દરમ્યાન એવી ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે, કાલુપુર બાકરઅલીની પોળમાં આવેલ મેહરાજ ફલેટના ત્રીજા માળે બહારથી તાળુ મારી બંધ મકાનમાં જુગારનો અડો ચલાવવામાં આવતો હતો ! અને વધુ ચોંકાવનારી ચકચારભરી હકીકત જે કાળુપુર વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બની છે તે એ છે કે જુગાર રમાતો હતો એ મકાનમાં અડો મોઈજ કાદરભાઈ રૂપાવાલા ચલાવતો હતો !

અને તેણે જુગાર રમાડવા માટેનું મકાન આરોપીના કથિત મિત્ર અબ્બાસ ધોરાજીવાલાનાઓ પાસેથી ભાડા પેટે ખરીદેલ હોવાનું ખુલ્યું હતું ! જયારે મકાનનું લાઈટ બીલ અબુબકર કરીમ અવરી, રહેવાસી ઘર નં. ૧૩/૧૮૪૯, મેહરાજ ફલેટ, બાકરઅલીની પોળ, કાળુપુર ટાવરનાઓના નામે છે !

માટે એ મુદ્દો ગંભીર તપાસનો વિષય બન્યો છે કે, શહેર પોલીસ કમિશ્નરશ્રીના જાહેરનામા મુજબ કોઈ મકાન માલિકને મકાન ભાડે આપતા પૂર્વે પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે ! રહેઠાણ વાળી જગ્યા ફકત રહેવા ભાડે અપાય છે ! તો પછી આ ગુન્હાના મુખ્ય આરોપી મોઈજ કાદરભાઈ રૂપાવાલાને અબ્બાસ ધોરાજીવાલાએ ભાડે કઈ રીતે આપ્યું ?!

અને અબ્બાસ ધોરાજીવાલાનું પોતાની માલિકીનું મકાન નથી ત્યારે આવા કથિત મિત્ર મોઈજ કાદરભાઈ રૂપાવાલાને ગુન્હાના કામે અબ્બાસ ધોરાજીવાલાને ભાડા પેટે કઈ રીતે વેચાણ આપી શકે કે ખરીદી શકે ?! આવા સવાલો પણ સ્થાનિક નાગરિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે !

જયારે ખરેખર મકાન કોના નામે છે ?! કોણ કોની પાસેથી મેહરાજ ફલેટ હાલ ખરીદેલ છે ?! અને અબ્બાસ ધોરાજીવાલા પાસેથી ભાડા પેટે ખરીદેલ હોય તો અબ્બાસ ધોરાજીવાલાએ કઈ સત્તાથી મકાન જુગારીઓને આપ્યું ?! પોલીસે અબ્બાસ ધોરાજીવાલા સામે શું પગલા લીધા ?! જુગારીઓએ મકાન ખાલી કર્યુ કે નહીં ?!

આ સ્થાપિત હિતોને કયા રાજકીય મોટા માથાનું બેકીંગ છે ?! અડાનો હપ્તો શું કહેવાતા સામાજીક કાર્યકરો કે પછી રાજકીય નેતાઓ સુધી પહોંચતો હતો ?! એની તપાસ કોણ કરશે ?! પી.એસ.આઈ. ભાનુબેન રૂમાભાઈ તરાલ કરશે કે પછી શહેર પોલીસ કમિશ્નરશ્રી જી. એસ. મલિક સાહેબે હસ્તક્ષેપ કરવો પડશે ?!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.