માનસી પારેખ અને રૌનક કામદારની હ્દય સ્પર્શી રોમેન્ટિક કોમેડી “મિસરી” ૩૧ ઓકટોબરે રિલીઝ થશે
ગુજરાતી ફિલ્મ “મિસરી” ૩૧ ઓકટોબરના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે
અમદાવાદ, ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે મિસરી- હ્દય સ્પર્શી રોમેન્ટિક કોમેડી, જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે.
મિસરીની કહાની એક મુક્તભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટરી ઈન્સ્ટ્રક્ટર વિશે છે, જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે. તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાસ જામતી જાય છે, ત્યારે નસીબની પરીક્ષાઓ આવે છે- ધીરજ, વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજમાયશ થાય છે.
વ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ, મિસરીનું નિર્માણ … દ્વારા, ઝીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ. નાયક દ્વારા કરવામાં આવ્યું છે, અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે. સહ- નિર્માતા છે ધ્રુવિન શાહ, મીત કારિયા, અને જય કારિયા છે

જયારે લીડ રોલમાં માનસી પારેખ અને રોનક કામદાર છે. ફિલ્મમાં ટીકૂ તલસાણિયા, પ્રેમ ગઢવી, કવી શાસ્ત્રી, કૌસંભી ભટ્ટ, અને બાળકલાત્મક પ્રિન્સી પ્રજાતિ પણ છે. સાથે હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે.
ફિલ્મના દિગ્દર્શક કુશલ એમ. નાયક કહે છે, “મિસરી એ એક Ìદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી છે, જે દર્શાવે છે કે પ્રેમ ક્યારેક હળવો અને મજેદાર હોય છે, ક્યારેક ઊંડો લાગણીસભર, પરંતુ હંમેશા અસલી અને સાચો હોય છે.” મિસરી ૩૧ ઓકટોબરે થિયેટરોમાં રિલીઝ થશે.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં માનસી પારેખ (પૂજા) અને રૌનક કામદાર (અર્જુન)ની જોડી જોવા મળશે, જેમની કેમેસ્ટ્રીની ચર્ચા ટીઝર રિલીઝ થયા બાદ વધી છે. તેમને સપોર્ટિંગ રોલમાં અનુભવી કલાકાર ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને કૌશામ્બી ભટ્ટ પણ સાથ આપશે.
- દિગ્દર્શક અને લેખક: કુશલ નાયક
- સંગીત: પાર્થ ભરત ઠાકર
- નિર્માતા: સંજય સોની અને કૃપા સોની
