બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન
હેલિકોપ્ટરથી હુમલો કરાતાં ૬૪ના મોત
પોલીસે હેલિકોપ્ટરો અને બખ્તરબંધ વાહનો સાથે દરોડા પાડ્યા, જેમાં ભારે ગોળીબાર થયો અને આગ લાગવાની ઘટનાઓ પણ બની
બ્રાઝિલ, બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ માફિયા ‘રેડ કમાન્ડો’ વિરુદ્ધ પોલીસે દેશના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ હેલિકોપ્ટરથી બોમ્બમારો કરી રહી છે, જ્યારે માફિયાઓ ડ્રોનથી બોમ્બ વરસાવીને હુમલો કરી રહ્યા છે. ‘ડ્રગ લોડ્ર્સ’ (માફિયા નેટવર્કના મુખ્ય સૂત્રધાર) અને પોલીસ વચ્ચે ભારે ગોળીબાર થયો છે. અત્યાર સુધીમાં આ ઓપરેશનમાં કુલ ૬૪ લોકોનાં મોત થયા છે, જેમાં પોલીસની ગોળીથી માર્યા ગયેલા ૬૦ ડ્રગ તસ્કરો અને શહીદ થયેલા ચાર પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
બ્રાઝિલ પોલીસનું ઓપરેશન રિયો ડી જાનેરોમાં ચાલી રહ્યું છે, જ્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે. આ શહેર લાંબા સમયથી Comando Vermelho (CV) (જેને રેડ કમાન્ડો પણ કહેવાય છે) અને Terceiro Comando Puro (TCP) જેવા ‘ડ્રગ લોડ્ર્સ’ના નિયંત્રણમાં છે. ડ્રગ તસ્કરીનું સિન્ડિકેટ ચલાવતી આ ગેંગ ગેરકાયદેસર હથિયારો, જમીન પર કબજો અને સ્થાનિક લોકો પાસેથી સુરક્ષા ટેક્સ પણ વસૂલે છે. ઓક્ટોબર ૨૦૨૫ના અંતમાં રિયોના મેયર અને રાજ્ય સરકારે આ હેતુથી ઓપરેશન રિયો પેસિફિકાડો નામનું એક અભિયાન શરૂ કર્યું છે.ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ વીડિયો નિવેદનમાં જણાવ્યું કે, પોલીસ ઓપરેશનમાં ૬૦ ગુનેગારોને ‘ન્યૂટ્રલાઈઝ’ કરવામાં આવ્યા છે.
આ મોટા પાયેના અભિયાનમાં લગભગ ૨,૫૦૦ પોલીસકર્મીઓ અને સૈન્યકર્મીઓ સામેલ હતા, જેનો મુખ્ય ઉદ્દેશ ‘Comando Vermelho (CV)’ (લાલ કમાન્ડો) ડ્રગ ગેંગને નિશાન બનાવવાનો હતો, જે રિયોના ગરીબ વિસ્તારોમાં સક્રિય છે.પોલીસે હેલિકોપ્ટરો અને બખ્તરબંધ વાહનો સાથે દરોડા પાડ્યા, જેમાં ભારે ગોળીબાર થયો અને આગ લાગવાની ઘટનાઓ પણ બની. પોલીસે ૨૫૦થી વધુ તપાસ વોરંટ જાહેર કર્યા અને ૮૧ શંકાસ્પદોની ધરપકડ કરી. માફિયાના ૬૦ સભ્યો માર્યા ગયા અને ૪ પોલીસકર્મીઓના મોત થયા. પોલીસે ૭૫થી વધુ રાઇફલો, ૨૦૦ કિલો કોકેન, રોકડ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ ડ્રગ માફિયાના સંપૂર્ણ વિનાશના મિશન પર છે.
ગેંગના સભ્યોએ પોલીસ પર ડ્રોનથી હુમલા કરીને પ્રતિક્રિયા આપી. તેમણે રસ્તાઓ બંધ કર્યા અને ૫૦થી વધુ બસો પર કબજો કરીને માર્ગાે અવરોધ્યા હતા. રિયોની શેરીઓમાં યુદ્ધ જેવું દ્રશ્ય સર્જાયું, જ્યાં ગુંડાઓની લાશો પડેલી મળી આવી. ખૌફ અને દહેશતના માહોલને કારણે આસપાસની શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી હતી.રેડ કમાન્ડોનો ભૂતકાળ‘Comando Vermelho (CV)’ (રેડ કમાન્ડો) બ્રાઝિલની સૌથી જૂની અને પ્રભાવશાળી માફિયા ગેંગ છે, જેની સ્થાપના ૧૯૭૦ના દાયકામાં જેલમાં રાજકીય કેદીઓના સમૂહ તરીકે થઈ હતી અને હવે તે આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી નેટવર્ક બની ગયું છે.
માફિયાના વિસ્તરણને રોકવા માટે આ અભિયાન એક વર્ષથી વધુ સમયથી આયોજિત કરાયું હતું.UN ઇવેન્ટ્સ (COP૩૦ની પ્રી-ઇવેન્ટ્સ, જેમ કે C૪૦ ગ્લોબલ મેયર્સ સમિટ અને અર્થશાટ પ્રાઇઝ – જે નવેમ્બરના પહેલા સપ્તાહમાં યોજાવાની છે) પહેલા શહેરની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે રિયો ડી જેનીરોમાં ડ્રગ માફિયા વિરુદ્ધ આ મોટી અને સખત કાર્યવાહી જરૂરી માનવામાં આવી છે, કારણ કે માફિયાના વધતા પ્રભાવને કારણે અગાઉથી જ ચિંતા હતી.SS1
