Western Times News

Gujarati News

ચક્રવાત ‘મોન્થા’: ૧૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયોઃ દરિયામાં ઊંચાં મોજાં ઉછળ્યાં

ચક્રવાત ‘મોન્થા’ એ વિનાશ વેર્યો -આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિતના રાજયોમાં વ્યાપક નુકસાન

અમરાવતી, વાવાઝોડા ‘મોન્થા’એ મંગળવારે સાંજે વિનાશક રૂપ સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું હતું. જેને પગલે કલાકદીઠ ૯૦થી ૧૧૦ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો. આ પ્રક્રિયા મોડીરાત્રિ સુધી ચાલુ રહી હતી.

એ પછી વાવાઝોડું કાકિનાડાની ફરતે મચિલિપટનમ અને કનિંગપટનમ પર વિનાશ રેલાવી ગયું હતું. દરિયામાં અનેક ફુટ ઊંચા મોજા ઉછળ્યા હતા.આ વાવાઝોડાએ સવારથી તેની ગતિ પકડી હતી. જેને પગલે આંધપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. તેની અસર પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં દેખાશે. જોકે આ તમામ રાજ્યોમાં એલર્ટ જારી કરાયું છે.

આંધ્ર, ઓડિશ, તેલંગાણા તમિલનાડુ, છત્તીસગઢ અને પુડુચેરીમાં એનડીઆરએફની ૨૫ ટીમો તૈનાત કરી દેવાઇ છે. આ રાજ્યોમાં તીવ્ર પવન સાથે વરસાદ પડ્યો હતો. આ રાજ્યોમાં પાકને વધુ અસર થઇ છે.

આ વાવાઝોડાએ માત્ર આંધ્રપ્રદેશમાં જ ૩૮,૦૦૦ હેક્ટરના ઊભા પાક ઉપરાંત ૧.૩૮ લાખ હેક્ટરના હોર્ટિકલ્ચર પાકનો નાશ કરી દીધા છે. આંધ્રમાંથી આશરે એક લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સાત જિલ્લાઓમાં વાહનની અવર-જવર અટકાવી દેવાઇ છે. આ વાવાઝોડાની અસરમાં ઓડિશાના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે ભેખડો ધસી પડવાની અને ઘરોને નુકસાન પહોંચવાની ઘટનાઓ બની છે. અનેક ઝાડ જળથી ઉખડી ગયા છે.

ઓડિશાના સીએમ મોહન માંઝીએ કહ્યું હતું કે તેમની સરકાર કોઇ પણ પ્રકારના પડકારોનો સામનો કરવા સજ્જ છે. રાજ્યમાં ૨,૦૦૦થી વધુ ડિઝાસ્ટર રિલીફ કેમ્પ ખોલવામાં આવ્યા છે. આ રાજ્યોમાં જતી ૧૫૦થી વધુ ટ્રેનો રદ કરાઇ છે અને અન્ય ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરાયા છે. ૫૦ જેટલી ફ્લાઇટ્‌સ રદ કરાઇ છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટ બંધ કરી દેવાયું છે.

કાકીનાડાથી શરૂ થયેલું આ વાવાઝોડું હવે દક્ષિણ બંગાળના ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા, પૂર્વ અને પશ્ચિમી મેદિનીપુર, ઝારગ્રામ, પુરુલિયા, પૂર્વ અને પશ્ચિમ બર્ધમાન, બીરભૂમિ અને મુર્શિદાબાદ જિલ્લામાં પહોંચશે. હિમાલયના નજીકના જિલ્લા દાર્જિલિંગ, જલપાઇગુડી અને કૂચબિહારમાં પણ શુક્રવારે ભારે વરસાદ પડવાનો અંદાજ છે.

જોકે હવામાન વિભાગે કહ્યું છે કે આ ભીષણ ચક્રવાતી તોફાન ગુરુવાર સુધી નિમ્ન દબાણમાં આવી જતાં નબળું પડવાની સંભાવના છે. આમ ગુરુવાર અને શુક્રવાર સુધી તેની અસર ઓછી થવા લાગશે. આ વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે કે ખુવારી થઇ છે તેનો કોઇ અંદાજ હાલમાં શક્ય નથી. આ વાવાઝોડાની અસર દેશમાં ત્રણ દિવસ રહેવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા ત્રાટકવાની સંભાવના ધરાવતાં તમામ રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

આંધ્રપ્રદેશમાં મોન્થા વાવાઝોડાએ ભારે વિનાશ કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના પ્રાથમિક અંદાજ મુજબ, ૩૮,૦૦૦ હેક્ટરમાં ઉભો પાક અને ૧.૩૮ લાખ હેક્ટરમાં બાગાયતી પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે રાજ્યમાં નોંધપાત્ર નુકસાન થયું છે. બીજી તરફ મંગીનાપુડી બીચ પર જોરદાર પવન ફૂંકાયો, જેને કારણે બીચ પરના વૃક્ષો ઉખડી ગયા છે. દ્ગડ્ઢઇહ્લની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહી છે.

વાવાઝોડાની અસરના કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ અનેક જિલ્લામાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કડલૂર સહિતના જિલ્લામાં પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી છે.

વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના વિવિધ એરપોર્ટ પર ફ્‌લાઈટ્‌સ પ્રભાવિત થઈ છે. જેથી હવાઈ મુસાફરી કરનારા મુસાફરોને એરપોર્ટ માટે નીકળતા પહેલા વેબસાઈટ પર અપડેટ જોવા વિવિધ એરલાઇન્સ કંપનીએ સલાહ આપી છે. આ સિવાય દક્ષિણ મધ્ય રેલવેએ અનેક ટ્રેનો પણ રદ્દ કરી છે.

વાવાઝોડાને જોતાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ૨૪ કલાક સતત નજર રાખી રહ્યા છે. તૈયારીઓ પર નજર રાખવા માટે વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. દરિયાકાંઠે રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવી રહ્યા છે. દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમો તૈનાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.