રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી
નવી દિલ્હી, દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અંબાલા ઍરફોર્સ સ્ટેશનમાંથી ફ્રાન્સ નિર્મિત ફાઇટર જેટ રાફેલમાં ઉડાન ભરી છે. તેમણે ઍરફોર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે હાજરી આપી હતી. વાયુસેનાના જવાનોએ તેમને ગાર્ડ આૅફ આૅનર આપ્યું હતું. President Droupadi Murmu with Sqn Ldr Shivangi Singh at Ambala airforce station.
આ કાર્યક્રમના ભાગરૂપે વાયુસેનાના પ્રમુખ એપી સિંહ પોતે પાયલટ તરીકે રાફેલ ઉડાવી રાષ્ટ્રપતિને રાફેલની સહેર કરાવી રહ્યા હતા. તે અંબાલામાં ઉડાન ભરી રહ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન અને પ્રોટોકલ હેઠળ સંબંધિત વિભાગોના અધિકારીઓની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે.
ડેપ્યુટી કમિશ્નર અજય સિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દિલ્હીથી હવાઈ માર્ગે અંબાલા કેન્ટોનમેન્ટ સ્થિત ઍરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. સુરક્ષાના કારણોસર ઍરફોર્સ સ્ટેશનની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. ઍરફોર્સ સ્ટેશનની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. ફક્ત અધિકૃત કર્મચારીઓને જ અંદર જવાની મંજૂરી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અગાઉ પણ ફાઇટર જેટ્સમાં ઉડાન ભરી નિરિક્ષણ કર્યું હતું.
